બસપાએ કરી જાહેરાત, ઉત્તર પ્રદેશમાં યુપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે

News18 Gujarati
Updated: February 22, 2020, 4:52 PM IST
બસપાએ કરી જાહેરાત, ઉત્તર પ્રદેશમાં યુપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે
બસપાએ કરી જાહેરાત, ઉત્તર પ્રદેશમાં યુપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે

દિલ્હીમાં માયાવતીની આગેવાનીમાં થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો

  • Share this:
નવી દિલ્હી : બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022ને (UP Assembly Election 2022) ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં માયાવતીની આગેવાનીમાં થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે બસપમાં આગામી ચૂંટણી એકલા હાથે લડશે. માનવામાં આવતું હતું કે 2019માં લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે મળેલી સફળતા પછી બંને એક સાથે ચૂંટણી લડશે. માયાવતીએ નિર્દેશ આપ્યો છે કે પાર્ટીને બુથ સ્તર પર તૈયાર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે બસપાએ લોકસભા ચૂંટણીમાં 10 સીટો મેળવી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં બસપાના સંગઠનાત્મક ઢાંચામાં મહત્વના ફેરફાર કરવામાં આવી શકે છે. શનિવારે થયેલી બેઠકમાં બસપાએ આ વર્ષે યોજાનાર બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - સોનાની થાળીમાં ભોજન કરશે ટ્રમ્પ અને તેમનો પરિવાર, ચાંદીના કપમાં ચા પીશે

ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે માયાવતી માટે સૌથી મોટો પડકાર તે પાર્ટીમાં પડી રહેલા ભાગલાં છે. છેલ્લા કેટલાક મહિનામાં બસપામાં સૌથી વધારે નેતાઓના ભાગલાં જોવા મળ્યા છે. બસપાના કેટલાક નેતા સપા તરફ જઈ રહ્યા છે તો કેટલાક બીજેપીમાં જઈ રહ્યા છે.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં બસપાએ 403 સીટો પર ચૂંટણી લડી હતી અને 19 સીટો પર જીત મેળવી હતી. બસપાના વોટ શેરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભાજપાએ 312 સીટો જીતીને પોતોના વનવાસ ખતમ કર્યો હતો. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી 298 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાં સપાને 47 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસે 105 સીટો પર ચૂંટણી લડી હતી અને 7 સીટો જીતી હતી.
First published: February 22, 2020, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading