Home /News /national-international /

UP Election: અખિલેશ યાદવ પાસે કેટલી સંપત્તિ છે? નોમિનેશન ફોર્મથી થયો ખુલાસો

UP Election: અખિલેશ યાદવ પાસે કેટલી સંપત્તિ છે? નોમિનેશન ફોર્મથી થયો ખુલાસો

અખિલેશ યાદવે પોતાની અને પત્ની અને બાળકો સહિત કુલ 40 કરોડની સંપત્તિ ઉમેદવારી પત્રમાં દર્શાવી છે.

સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh yadav) મૈનપુરી (Mainpuri) જિલ્લાની કરહાલ વિધાનસભા બેઠક (Karhal Assembly Seat) પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે.

    સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh yadav) મૈનપુરી (Mainpuri) જિલ્લાની કરહાલ વિધાનસભા બેઠક (Karhal Assembly Seat) પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. નોમિનેશન પેપરમાં અખિલેશ યાદવે પોતાની પ્રોપર્ટીની સંપૂર્ણ માહિતી આપી છે. તેમણે પોતાની અને પત્ની અને બાળકો સહિત કુલ 40 કરોડની સંપત્તિ ઉમેદવારી પત્રમાં દર્શાવી છે.

    અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી (up assembly election 2022) માટે જે નોમિનેશન ફોર્મ ભર્યું છે તેમાં તેમની પાસે માત્ર 40 કરોડની સંપત્તિ છે. ચલ, અચલ અને પત્ની ડિમ્પલ યાદવ સહિત કુલ 40 કરોડની સંપત્તિના માલિક હોવાનું અખિલેશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે તેમના ઘણા ઉમેદવારોએ આનાથી પણ વધુ સંપત્તિ જાહેર કરી છે.

    આ પણ વાંચો- Punjab assembly elections : પંજાબના ચૂંટણી અખાડામાં હજુ સુધી નથી જોવા મળ્યો ઢાઇ કિલોનો હાથ, આખરે ક્યાં ગાયબ છે સની દેઓલ?

    નોમિનેશન પેપરથી જાણવા મળ્યું છે કે અખિલેશ યાદવ પાસે કુલ જંગમ સંપત્તિ માત્ર 8 કરોડ 43 લાખ 70 હજાર 654 રૂપિયા છે. તેમની પત્ની ડિમ્પલ યાદવ પાસે 4 કરોડ 76 લાખ 84 હજાર 986 રૂપિયાની જંગમ સંપત્તિ છે. પુત્રી અદિતિ યાદવ પાસે 10 લાખ 39 હજાર 410 રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ રીતે ત્રણેયની જંગમ સંપત્તિ ઉમેરીએ તો આ રકમ 13 કરોડ 30 લાખ 95 હજાર 41 રૂપિયા સુધી પહોંચે છે.

    અખિલેશ પરિવારની સ્થાવર મિલકત

    સ્થાવર મિલકતના મામલે પણ અખિલેશ યાદવ પાછળ નથી. અખિલેશ યાદવે નોમિનેશન પેપરમાં જે ઉલ્લેખ કર્યો છે તે મુજબ તેમની પાસે 17 કરોડ 22 લાખ 858 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમની પત્ની ડિમ્પલ યાદવ પાસે 9 કરોડ 61 લાખ 98 હજાર 918 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. આ રીતે બંનેની કુલ સ્થાવર મિલકત 26 કરોડ 83 લાખ 99 હજાર 776 રૂપિયા છે.

    આ પણ વાંચો- Election 2022: વિધાનસભા ચૂંટણીઓની રેલીઓ પર ECએ 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો

    સંપત્તિમાં અખિલેશ સપાના ઉમેદવારોથી પાછળ

    જંગમ અને સ્થાવર એમ બંને મિલકતો ઉમેરીને અખિલેશ યાદવે તેમની કુલ સંપત્તિ 40 કરોડ 14 લાખ 94 હજાર 817 રૂપિયા જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે આથી વધુ સંપત્તિ તેમની પાર્ટીના અન્ય ઉમેદવારોએ જાહેર કરી છે. ઘણી વિધાનસભાના તેમના ઉમેદવારોએ અબજોની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

    તમને જણાવી દઈએ કે આઝમગઢના સાંસદ અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં છે. તેમણે સોમવારે 31 જાન્યુઆરીએ ઉમેદવારી નોંધાવી છે. અખિલેશ યાદવના ચૂંટણી લડવાના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly Election, UP Elections 2022, Uttar Pradesh elections

    આગામી સમાચાર