Home /News /national-international /

UP Election 2022: અટલ બિહારી વાજપેયીને લઇ અખિલેશ યાદવે કરી મોટી જાહેરાત

UP Election 2022: અટલ બિહારી વાજપેયીને લઇ અખિલેશ યાદવે કરી મોટી જાહેરાત

અખિલેશ યાદવે વચન આપ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ બાહને અલગ જિલ્લો બનાવશે. (ફોટો ક્રેડિટ્સ- twitter/samajwadiparty)

UP Assembly Election 2022: અખિલેશ યાદવે (Akhilesh Yadav) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારે યુવાનોની રોજગારી છીનવીને તેમને ઘરે બેસાડી દીધા છે.

    ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections 2022)માં ભારે બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહેલા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને લઈને મોટી જાહેરાત કરી છે. આગ્રાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સભાને સંબોધતા એસપી સુપ્રીમોએ જાહેરાત કરી કે રાજ્યમાં એસપી સરકારની રચના પછી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ના નામ પર એક યુનિવર્સિટી બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે બાહ અટલ બિહારી વાજપેયીનું પૈતૃક ગામ છે. આવી સ્થિતિમાં અખિલેશની આ જાહેરાતને મોટો દાવ માનવામાં આવી રહ્યો છે.

    અખિલેશ યાદવે આ સાથે એવુ વચન પણ આપ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ બાહને અલગ જિલ્લો બનાવશે. તેમણે કહ્યું, 'આગ્રા પ્રવાસનનું કેન્દ્ર છે, તેથી બટેશ્વરમાં ધાર્મિક પર્યટનનું મહત્વ પણ ઓછું નથી. આ વિસ્તારમાં વિકાસની ખૂબ જ જરૂર છે. જેથી જરૂર પડશે તો તેને જિલ્લો બનાવવામાં આવશે.

    આ પણ વાંચો- IND vs WI ODI : અમદાવાદમાં વેસ્ટઈન્ડિઝનું 176 રનમાં ફીંડલુ, ચહલનો તરખાટ

    લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી

    બાહમાં જનસભાને સંબોધવા મંચ પર પહોંચેલા અખિલેશ યાદવે પહેલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, 'લતા મંગેશકરે ત્રીસ હજારથી વધુ ગીતો આપ્યા, જે આજે પણ આપણે સાંભળીએ છીએ. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના જેવું કોઈ નથી અને કોઈ હશે પણ નહીં. જ્યારે સમાજવાદી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમના સન્માનમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

    આ પણ વાંચો- Lata Mangeshkar Death: સચિન તેંડુલકરે લતા મંગેશકરને માતાનો દરજ્જો આપ્યો હતો

    'તેઓ ગરમી નીકાળવાની વાત કરે છે, અમે નોકરની વાત કરીએ છીએ'

    આ સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ સરકારે યુવાનોની રોજગાર છીનવીને તેમને ઘરે બેસાડી દીધા છે. અખિલેશ યાદવે કહ્યું,‘બાબા (યોગી આદિત્યનાથ) ગરમી નીકાળવાની વાત કરે છે અને અમે ગરમી અને શિયાળો દૂર કરવાની વાત નથી કરતા. અમે પોલીસમાં યુવાનોની ભરતીની વાત કરીએ છીએ. તેમને રોજગાર અપાવવાની વાત કરીએ છીએ’.

    આ પણ વાંચો- Ahmedabad Crime: દારૂ ન પીવાની બબાલ! પિતાએ જ કરી નાંખી પુત્રની હત્યા

    અખિલેશ યાદવે કહ્યું કે બાહ વિધાનસભામાં ખેડૂતો નારાજ છે. ખેડૂતોના ખાતરની બોરીની ચોરી થઈ, વીજળી મળી નહીં. એક પણ કારખાનું બનાવવામાં આવ્યું નથી. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નથી. આ સાથે તેમણે તેમના ચૂંટણી વચનને પુનરાવર્તિત કર્યું કે જો એસપી સરકાર આવશે તો 300 યુનિટ વીજળીનું બિલ માફ કરવામાં આવશે કોઈ બિલ ચૂકવવું પડશે નહીં.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, UP Elections 2022, Uttar Pardesh News

    આગામી સમાચાર