Home /News /national-international /સરકાર કંઇ ZOMATO સર્વિસ નથી ચલાવી રહી કે ઘરેબેઠા ભોજન મળી જાય, પૂર પીડિતોને અધિકારીએ શું કહ્યું જુઓ

સરકાર કંઇ ZOMATO સર્વિસ નથી ચલાવી રહી કે ઘરેબેઠા ભોજન મળી જાય, પૂર પીડિતોને અધિકારીએ શું કહ્યું જુઓ

UP: ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ સેમ્યુઅલ પોલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ias ઓફિસર સેમ્યુઅલ પોલ પૂર પીડિતોને આપવામાં આવી રહેલી મદદનો રીપોર્ટ મેળવવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકાર તમારા લોકો માટે ઝોમેટો સર્વિસ નથી ચલાવી રહી

UP: ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ સેમ્યુઅલ પોલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ias ઓફિસર સેમ્યુઅલ પોલ પૂર પીડિતોને આપવામાં આવી રહેલી મદદનો રીપોર્ટ મેળવવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકાર તમારા લોકો માટે ઝોમેટો સર્વિસ નથી ચલાવી રહી

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
    આંબેડકર નગર: ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ (UP Ambedkar Nagar DM) સેમ્યુઅલ પોલનો એક વિડીયો વાયરલ (Samuel Paul Viral Video) થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના આઈએએસ ઓફિસર સેમ્યુઅલ પોલ (IAS Officer Samuel Paul) પૂર પીડિતોને આપવામાં આવી રહેલી મદદનો રીપોર્ટ મેળવવા આવ્યા હતા. આ દરમિયાન ડીએમ સેમ્યુઅલ પોલે કહ્યું કે "સરકાર તમારા લોકો માટે ઝોમેટો સર્વિસ નથી ચલાવી રહી, જે તમારા ઘરે ખાવાની વસ્તુઓ મોકલશે." ડીએમ સેમ્યુઅલ પોલનો આ વિડીયો એક સ્થાનિક પત્રકારે ટ્વિટર પર શેર કર્યો છે. આ વિડીયોને 60 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને તે આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. ડીએમની આવી વાતો સાંભળીને ટ્વિટર યૂઝર્સ ભડકી ગયા છે.

    ‘સરકાર ઝોમેટો નથી ચલાવતી કે તમને ઘરે ખોરાક આપે’

    વાયરલ વિડીયોમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) સેમ્યુઅલ પોલને એમ કહેતા (DM says govt not running zomato service) સાંભળી શકાય છે, "અમે તમારા માટે રહેવાની વ્યવસ્થા કરી છે. અમે તમને ક્લોરિનની ગોળીઓ આપીશું. સ્વાસ્થ્યની સમસ્યા હોય તો ડોક્ટર તમારી મદદ કરશે. પણ જો તમે તમારા ઘરની અંદર રહેશો તો અમે તમને ખાવાનું નહીં આપી શકીએ. સરકાર કોઈ ઝોમેટો સેવા નથી ચલાવી રહી.'

    પૂર પીડિતોની સમસ્યા જાણવા આવ્યા હતા અધિકારી

    સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ગુરુવારે, 13 ઓક્ટોબરના રોજ ડીએમ સેમ્યુઅલ પોલ પૂરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓ જાણવા માટે ટાંડા તહસીલના અવસાનપુર અને માહરીપુર પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી તેમને જાણ કરવામાં આવી હતી કે ઘણા લોકો રાહત સામગ્રી મેળવવા માટે તેમના ઘરની બહાર આવતા નથી. આના પર જિલ્લા અધિકારીએ "ઝોમેટો સર્વિસ" વિશે જણાવ્યું હતું. જોકે આ કેમ્પમાં પાણી, મેડિકલ કેમ્પ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

    ‘DM સાહેબ લોકો પહેલાથી જ મુસીબતમાં છે...’

    આ દરમિયાન એક સ્થાનિક પત્રકારે વિડીયો શેર કરતા જણાવ્યું કે, “યુપી ડીએમ સાહેબ ગુસ્સે ન થશો. પૂર પીડિતો પહેલાથી જ ઘણું સહન કરી રહ્યા છે. તેમને ઝોમેટો શું છે તે ખબર પણ નથી. તેમની મદદ કરો. જનતા માત્ર મીઠા વચનોથી પણ ખુશ થઇ જાય છે. સેમ્યુઅલ પોલ એન આંબેડકર નગરના કલેક્ટર છે.”

    ટ્વિટર યુઝર્સે ઠાલવ્યો ડીએમ પર રોષ

    આ વિડીયો હાલ આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. અનેક ટ્વિટર યુઝર્સ ડીએમના આવા શબ્દોને વખોડી કાઢતા જોવા મળી રહ્યા છે. વિવિધ પ્રકારની કમેન્ટ્સ દ્વારા લોકો ડીએમ પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ઘણા યુઝર્સ ડીએમને પોતાના વ્યવહાર માટે માફી માંગવાનું પણ કહી રહ્યા છે.

    ડીએમે આપી વિડીયો પર પ્રતિક્રિયા

    વાયરલ વિડીયો અંગે સેમ્યુઅલ પોલે જણાવ્યું કે, વિડીયોને ખોટી રીતે પ્રસારિત કરાઇ રહ્યો છે અને તે અડધો જ બનાવવામાં આવ્યો છે. તેમણે કરેલી પૂરી વાત તેમાં છે જ નહીં. સરકાર પૂર પીડિતોની તમામ મદદ કરી રહી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: IAS officer, Uttarpradesh, Viral videos

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन