Video: યુપીમાં દુષ્કર્મનાં આરોપીને ટિકિટ આપી તો મહિલા કાર્યકર્તાએ કર્યો વિરોધ, કૉંગ્રેસીઓએ માર્યો માર

મહિલા કાર્યકર્તાએ રાષ્ટ્રીય સચિવની ઉપર બૂકે ફેંક્યો હતો.

મહિલા કાર્યકર્તાએ રાષ્ટ્રીય સચિવની ઉપર બૂકે ફેંક્યો હતો.

  • Share this:
    દેવરિયા : ઉત્તર પ્રદેશનાં દેવરિયા જિલ્લામાં ટાઉન હોલ સ્થિત કૉંગ્રેસ પાર્ટી કાર્યાલય પર મહિલા કાર્યકર્તાએ ઉપ ચૂંટણીના ઉમેદવારને દુષ્કર્મનો આરોપી કહ્યો હતો. જે બાદ ત્યાં ઘણો જ હંગામો મચ્યો હતો. મહિલા કાર્યકર્તાએ રાષ્ટ્રીય સચિવની ઉપર બૂકે ફેંક્યો હતો. જે બાદ ત્યાં હંગામો મચી ગયો હતો. આ બાદ ત્યાં હાજર પુરુષ કાર્યકર્તાઓએ મહિલાને ઘણો જ માર માર્યો હતો. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ તેમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. મહિલા સાથે આવેલી અન્ય ત્રણ મહિલા કાર્યકર્તાઓને પણ માર મારવામાં આવ્યો હતો.

    આપને જણાવીએ કે, દેવરિયા વિધાનસભામાંથી બીજેપીનાં જનમેજય સિંહ ધારાસભ્ય હતા. તેમના આકસ્મિક નિધન બાદ આ બેઠક ખાલી થઇ હતી. હવે આ સીટ પર 3 નવેમ્બરનાં રોજ પેટા ચૂંટણી થવાની છે. આ બેઠક પરથી કૉંગ્રેસ પાર્ટીએ કાર્યકર્તા મુકુંદ ભાસ્કર મણિ ત્રિપાઠીને ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. જે અંગે શનિવારે પાર્ટી કાર્યાલય પર બેઠક ચાલી રહી હતી.

    આ પણ વાંચો - PM મોદીએ કર્યો 'સ્વામિત્વ યોજના'નો શુભારંભ, જાણો 1 લાખથી વધુ લોકોને શું થશે ફયદો

    UPના રામ જાનકી મંદિરના પૂજારી પર જીવલેણ હુમલો, બે આરોપી ઝડપાયા

    આ દરમિયાન એક મહિલા કાર્યકર્તા પહોંચી અને સન્માનિત કરવાના બહાને રાષ્ટ્રીય સચિવ પર બૂકે ફેંક્યો હતો. જે બાદ તેણે તે ઉમેદવારનો વિરોધ કર્યો હતો.



    મહિલા કાર્યકર્તા તારા દેવીએ જણાવ્યું કે, તે ચાર વર્ષથી પાર્ટીની સભ્ય છે. મહિલા નેતાએ આરોપ લગાવ્યો છે કે, કૉંગ્રેસ પ્રત્યાશી મુકુંદ ભાસ્કર પર દુષ્કર્મનો આરોપ છે. તેને ટિકિટ ન આપવી જોઇએ.
    Published by:Kaushal Pancholi
    First published: