આગ્રા : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)આગ્રામાં (Agra)પોલીસે અજય અને શીલેન્દ્ર નામના બે ચાલાક ચોરની ધરપકડ કરી છે. પકડાયેલા ચોર પ્રોફેશનલ ચોર છે. તમે તેમની કરતૂતનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે પકડાયેલા ચોરોએ પોતાની ફિયાન્સીના ઘરમાં ચોરી કરી હતી. જ્યારે આ વિશે યુવતીના પરિવારજનોને ખબર પડી તો તેમણે સંબંધ તોડી નાખ્યો હતો.
આ ચોર ચાલું ટ્રેનમાં પણ ચોરી કરી લેતા હતા. આ સિવાય જ્યાં તક મળે ત્યાં ચોરી કરી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના 11 મોબાઇલ અને 1 લેપટોપ પણ કબજે કર્યા છે.
પકડાયેલા બંને ચોર અજય અને શીલેન્દ્ર આગ્રાના બરહન વિસ્તારમાં રહેવાસી છે. ચોર અજયની સગાઇ અલીગઢ જિલ્લાના એક ગામમાં નક્કી થઇ હતી. સંબંધ નક્કી થયા અજય પોતાની ફિયાન્સીના ઘરે ગયો હતો. ફિયાન્સીના પરિવાજનોએ તેના માન સન્માનમાં કોઇ કસર બાકી રાખી ન હતી. જોકે અજયે રાત્રે લાગ જોઈને પોતાના ફિયાન્સીના પરિવારજનોને જ શિકાર બનાવ્યા હતા. તેણે બે મોબાઇલ ચોરી લીધા અને ચકમો આપીને ભાગી ગયો હતો. જ્યાં આ ઘટનાની જાણ ફિયાન્સીના પરિવારજનોને થઇ તો બધાના હોશ ઉડી ગયા હતા. આ કારણે તેમણે તેની સાથે સગાઇ તોડી નાખી હતી.
ટ્રેનમાં પણ કરતા હતા ચોરી
એસપી વેસ્ટ સત્યજીત ગુપ્તાએ જણાવ્યું કે અજય અને શીલેન્દ્ર ચાલક ચોર છે. હાલ બંનેને જેલને મોકલી દેવામાં આવ્યા છે. આ બંનેએ ટ્રેનમાં થેલી ચોરીના કારનામા કબુલ કર્યા છે. પોલીસની માને તો જલ્દી આ કેસ સાથે જોડાયેલ ઘણા ખુલાસા થઇ શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર