Home /News /national-international /UP Crime: ગાડી ઓવરટેક કરવા બાબતે સહારનપુરમાં પત્રકારની ક્રૂર હત્યા, બે આરોપીની ધરપકડ
UP Crime: ગાડી ઓવરટેક કરવા બાબતે સહારનપુરમાં પત્રકારની ક્રૂર હત્યા, બે આરોપીની ધરપકડ
Saharanpur: ઘટનામાં સામેલ આરોપી જહાંગીર અને ફરમાનની ધરપકડ
Saharanpur News: પોલિસ ઓફિસર (સિટી) રાજેશ કુમારે જણાવ્યું હતું કે થાણા દેહાત કોતવાલી ક્ષેત્રના દતોલી રાગડમાં પત્રકાર સુધીર સૈની (Sudhir Saini) પોતાની બાઇક લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર સવાર યુવકો સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ કેસમાં પોલિસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
UP Crime: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સહારનપુર (Saharanpur)માં એક સ્થાનિક પત્રકાર (journalist killed) સુધીર સૈનીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ગાડી ઓવરટેક મામલે થયેલા વિવાદમાં મારપીટને લીધે સુધીરનો જીવ ચાલ્યો ગયો. ઘટના બાદ પોલિસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પત્રકારના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ કેસમાં પોલિસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સહારનપુરના કોતવાલી દેહાતના ચિલકાના રોડ પર પત્રકાર સુધીર સૈની પોતાની મોટરસાઈકલથી સહારનપુર આવી રહ્યા હતા. ત્યાંથી એક કારમાં સવાર ત્રણ યુવકો સાથે સુધીરની ઓવરટેક કરવાને લઈને બોલાચાલી થઈ હતી. પછી કાર સવાર યુવકોએ સુધીર સાથે મારપીટ શરૂ કરી નાખી.
મારપીટમાં સુધીરને ઘણી ઈજા થઈ, જેના કારણે તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. સુધીર સૈનીની હત્યાના મામલામાં પોલિસે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી દીધી. સાક્ષીઓ દ્વારા જણાવવામાં આવેલ કાર નંબર પરથી કારને રોકવામાં આવી અને કારને કસ્ટડીમાં લઈને પોલિસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે.
પોલિસે નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે થાના કોતવાલી દેહાત વિસ્તારમાંથી એક બાઇક સવાર વ્યક્તિ તથા ત્રણ અલ્ટો કારમાં સવાર યુવકોઓમાં ઓવરટેટિંગને લઈને વિવાદ થયો હતો. જેમાં કારમાં સવાર લોકોએ બાઇક સવાર વ્યક્તિ, જેનું નામ સુધીર સૈની છે અને તે શાહ ટાઇમ્સમાં પત્રકાર છે, તેમના સાથે મારપીટ શરૂ કરી. ત્યાર બાદ સુધીર સૈનીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમનું મૃત્યુ થયું. આ સંબંધમાં કોતવાલી દેહાત પોલિસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનોએ આરોપી જહાગીર તથા ફરમાન સામે ફરિયાદ નોંધાવી છે.
પોલિસે મૃતક સુધીરના શબનું પંચનામું ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાર્યવાહી શરૂ કરી છે. એસએસપી આકાશ તોમરે કહ્યું હતું કે રોડ રેજમાં પત્રકાર સુધીર સૈનીની હત્યામાં સામેલ જહાંગીર અને ફરમાનની પોલિસે તરત ધરપકડ કરી લીધી છે. આરોપીઓ સામે ફાર્સ્ટ ટ્રેક આધાર ઉપર કાર્યવાહી કરવામાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર