એક ખૂબ જ અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં એક દંપતીએ રૂ. 1.5 લાખની સેકન્ડ હેન્ડ કાર લેવા માટે તેમના નવજાત બાળકને એક બિઝનેસમને વેચી દીધું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર કનૌજ જિલ્લાના તિરવા કોટવાલી પોલીસ સ્ટેશનમાં બાળકના નાના-નાનીએ ગુરુવારે 13 મેના રોજ બાળકના માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
કોટવાલી પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર કુમારે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, ફરિયાદકર્તાઓએ તેમની દીકરીએ તેના પતિ સાથે મળીને નવજાત બાળકને ગુરસહાયગંજના બિઝનેસમેનને વેચી દીધુ હોવાની ફરિયાદ નોંધાવી છે. રૂ .1.5 લાખની સેકન્ડ હેન્ડ કાર લેવા માટે બિઝનેસમેનને નવજાત બાળક વેચી દીધુ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, “બાળક હજી પણ બિઝમેનમેન પાસે છે, મહિલા અને તેના પતિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.” દંપતીએ હાલમાં જ એક જૂની કાર ખરીદી છે.
આ પ્રકારનો આ પહેલો કેસ નથી, અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. આ પહેલા કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાનો મામલો સામે આવ્યો હતો કે, એક મજૂરે તેની નવજાત બાળકીને વેચી દીધી હતી. આ સમગ્ર ઘટનાની મજૂરના પડોશીએ જાણકારી આપી હતી, સોદા બાદ મજૂરના ખર્ચાઓ વધી ગયા હતા, તેથી પડોશીઓને તેના પર શક થયો હતો.
મજૂરે તેની બાળકીને વેચ્યા બાદ એક નવો મોબાઈલ ફોન અને બાઈક ખરીદ્યું હતું. આ પ્રકારે મજૂરે ખર્ચો કરવાનું શરુ કરતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની તપાસમાં જાણ થઈ કે મજૂરે મામાચાનાહલ્લી ગામમાં એક નિ:સંતાન દંપતીને બાળકી વેચી દીધી હતી.
" isDesktop="true" id="1096710" >
આ પ્રકારની એક અન્ય ઘટના પણ સામે આવી હતી. આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક દંપતીએ એક દીકરીના ઈલાજ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા 12 વર્ષની બીજી દીકરીને વેચી દીધી હતી. સમાચાર રિપોર્ટ અનુસાર તેમની મોટી દીકરીને શ્વાસની સમસ્યા હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર