UPમાં પોલીસ કોન્સ્ટેબલે રાહુલ ગાંધીનાં SPGના જવાનોને રોક્યા અને પછી..

સોમવારે રાહુલ ગાંધી યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સિનીયર નેતાઓ અને લોકોને મળ્યાં હતા.

સોમવારે રાહુલ ગાંધી યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સિનીયર નેતાઓ અને લોકોને મળ્યાં હતા.

  • Share this:
    કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સુરક્ષા માટે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નાં જવાન સાથે ઉત્તર પ્રદેશનાં પોલીસ કોન્સ્ટેબલે દલીલ કરતા તેને વી.આઇ.પી સિક્યોરિટીમાંથી તેને હટાવી દેવામાં આવ્યો હતો.

    રાહુલ ગાંધી બે દિવસ માટે ઉત્તર પ્રદેશમાં તેમના મત વિસ્તાર અમેઠીમાં લોકોને મળવા માટે પંહોચ્યા હતા. રાહુલ ગાંધીના આગમન પૂર્વે તેમની સલામતી માટે એસ.પી.જીના જવાનો પહોંચી ગયા હતા જે ગેસ્ટ હાઉસ પર રાહુલ ગાંધી રોકાવાના હતા ત્યાં મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી સોમવારે અમેઠી પહોંચ્યા હતા.

    અમેઠાની જીલ્લા પોલીસ વડા અનુરાગ આર્યએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની કે જ્યારે સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપનાં જવાનો સિવિલ ડ્રેસમાં આવ્યા અને તેમને કોન્સ્ટેબલે ગેસ્ટ હાઉસમાં પ્રવેશતા રોક્યાં. એટલું જ નહીં પણ આ પોલીસ કોન્સ્ટેબલે રાહુલ ગાંધીની સિક્ટોરિટીમાં તૈનાત જવાનો સાથે દલીલ પણ કરી હતી.”

    આ પણ વાંચો

    મોદી માલ્યાના દાવાની સ્વતંત્ર તપાસ કરાવે: રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ ફરી આંખ મારી, આ વખતે મધ્ય પ્રદેશમાં!

    એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ પોલીસ કોન્સ્ટેબલે દારૂ પીધો હોવાની આશંકા હતી એટલા માટે તેનું પરીક્ષણ કરવા માટે તેને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો. આ પોલીસ કોન્સ્ટેબલની જગ્યાએ અન્ય પોલીસ કોન્સ્ટેબલને મૂકવામાં આવ્યો હતો. જો કે, મેડિકલ રિપોર્ટમાં આવ્યુ કે, કોન્સ્ટેબલે દારૂ પીધો નહોતો.

    સોમવારે રાહુલ ગાંધી યુવાનો, મહિલાઓ, વેપારીઓ, સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ, સિનીયર નેતાઓ અને લોકોને મળ્યાં હતા.
    Published by:Vijaysinh Parmar
    First published: