કોંગ્રેસ નેતાએ અમિતાભનું પોસ્ટર જાહેર કરીને લખ્યું 'આ અબ લૌટ ચલે'

કોંગ્રેસ નેતાએ જાહેર કરેલું પોસ્ટર

ઉત્સાહિત કોંગ્રેસના કાર્યકરોએ આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન અલાહાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવાનું નિમંત્રણ આપી દીધું હતું.

 • Share this:
  બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ટ્વિટર પર કોંગ્રેસ પાર્ટી અને તેમના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત બીજા નેતાઓને ફોલો કરવાથી ઉત્સાહિત કોંગ્રેસના કાર્યકરોના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા છે. નહેરૂ-ગાંધી પરિવારની સાથે અમિતાભ બચ્ચનના અલાહાબાદ શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટર જાહેર કરીને અમિતાભ બચ્ચનનો આભાર પ્રગટ કર્યો છે. કાર્યકરોએ પોસ્ટર જાહેર કરીને અમિતાભને ભૂતકાળની વાતો ભૂલીને ઘર વાપસી કરવાની અપીલ કરી છે.

  ઉત્સાહિત કોંગ્રેસના કાર્યકરોએ આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન અલાહાબાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવાનું નિમંત્રણ આપી દીધું હતું. પોસ્ટર જાહેર કરનાર કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે અમિતાભ બચ્ચનની ઘર વાપસીથી કોંગ્રેસ પાર્ટીના અચ્છે દિન આવી શકે છે.

  અલાહાબાદ કોંગ્રેસ પાર્ટીના જિલ્લા જનરલ સેક્રેટરી હસીબ અહમદ દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં ડાબી બાજુએ અમિતાભ બચ્ચન અને તેમના જૂના મિત્ર પૂર્વ વડાપ્રધાન રાજીન ગાંધીની તસવીર છાપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રસ પાર્ટીના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાથ જોડતી તસવીર મૂકવામાં આવી છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં અલાહાબાદ સંગમની તસવીર છે. ઉપરની બાજુએ અમિતાભ બચ્ચના દ્વારા 1984માં અલાહાબાદ લોકસભાની બેઠક માટે કરેલા ચૂંટણી પ્રચારની અનેક તસવીર મૂકવામાં આવી છે.

  પોસ્ટરની સૌથી ઉપરના ભાગમાં ત્રણ વખત આભાર...આભાર...આભાર લખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્વિટર હેન્ડલને ફોલો કરવા માટે અમિતાભનો આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. પોસ્ટરના નીચેના ભાગમાં કોંગ્રેસના ચૂંટણી સિમ્બોલ પંજાની સાથે 'આ અબ લૌટ ચલે' લખીને અમિતાભને કોંગ્રેસમાં પરત ફરવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટરમાં નીચે બે લાઇનમાં લાખવામાં આવ્યું છે કે, 'બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા.'

  કોંગ્રેસ નેતા હસીબ અહમદ દ્વારા જાહેર કરવામાં આવેલું આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટર અંગે ચોરેને ચોકે ચર્ચા થઈ રહી છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું અમિતાભ બચ્ચન ખરેખર કોંગ્રેસમાં પરત ફરશે કે કોંગ્રેસનો પ્રેમ સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે?

  વાંચોઃ ...તો શું કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અમિતાભ બચ્ચન!
  Published by:Vinod Zankhaliya
  First published: