Home /News /national-international /Raj Thackeray News: યૂપીમાં લાઉડસ્પીકરો પર થઇ કાર્યવાહી, રાજ ઠાકરેએ કહ્યું- અમારી પાસે યોગી નહીં ભોગી છે!

Raj Thackeray News: યૂપીમાં લાઉડસ્પીકરો પર થઇ કાર્યવાહી, રાજ ઠાકરેએ કહ્યું- અમારી પાસે યોગી નહીં ભોગી છે!

મનસે પ્રમુખ દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકરને હટાવવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારને 3 મે સુધીનું અલ્ટીમેટમ

Loudspeakers News: રાજ ઠાકરેએ યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકર પર થયેલી કાર્યવાહી પર તેમનું સમર્થન કર્યું

    મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (Maharashtra Navnirman Sena (MNS))પ્રમુખ રાજ ઠાકરેએ ( Raj Thackeray)ગુરુવારે મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (Yogi Adityanath)ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર (Loudspeakers)હટાવવા પર અભિનંદન પાઠવ્યા છે. રાજ ઠાકરેએ ટ્વિટર પર કહ્યું કે ધાર્મિક સ્થળો, ખાસ કરીને મસ્જિદો પરથી લાઉડસ્પીડકર હટાવવા માટે હું ખરા દિલથી અભિનંદન પાઠવું છું અને યોગી સરકારનો આભારી છું. દુર્ભાગ્યથી મહારાષ્ટ્રમાં અમારી પાસે યોગી નથી, અમારી પાસે ભોગી (સુખવાદી) છે.

    રાજ ઠાકરેએ યોગી આદિત્યનાથના આદેશ પર ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકર પર થયેલી કાર્યવાહી પર તેમનું સમર્થન કર્યું છે. યૂપી પોલીસે ધાર્મિક સ્થળોથી 6031 અનધિકૃત લાઉડસ્પીકરોને હટાવી દીધા અને રાજ્યના 29674 સ્થાનો પર લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરી દીધો છે. યૂપી સરકારે પ્રશાસન પાસે 30 એપ્રિલ સુધી તે સ્થળોનો રિપોર્ટ માંગ્યો છે જ્યાં લાઉડસ્પીકર વોલ્યૂમના સ્તરને વટાવે છે.

    આ પણ વાંચો - પૂર્વ DIGની BJP નેતાની પુત્રવધૂએ ઘરમાં કરી આત્મહત્યા, પતિ લાપતા

    મહારાષ્ટ્ર સરકારને ચેતવણી

    મનસે પ્રમુખ દ્વારા મસ્જિદોમાંથી લાઉડસ્પીકરને હટાવવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારને 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યા પછી લાઉડસ્પીકરને લઇને મહારાષ્ટ્રમાં નવા રાજનીતિક વિવાદમાં રાજ ઠાકરે સૌથી આગળ રહ્યા છે. રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર 3 મે સુધીમાં હટાવી લેવામાં આવે, નહીં તો MNS મસ્જિદોની બહાર લાઉડસ્પીકર પર 'હનુમાન ચાલીસા' વગાડશે. MNS વડાએ કહ્યું, "લોકો માને છે કે મસ્જિદની ઉપર લાઉડસ્પીકર ધાર્મિક મુદ્દો છે, પરંતુ તે એક સામાજિક મુદ્દો છે. જો તમારે દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકર વગાડવું હોય તો અમે મસ્જિદની બહાર પાંચ વખત 'હનુમાન ચાલીસા' વગાડીશું.
    " isDesktop="true" id="1203736" >

    તેમણે કહ્યું, "હું તમામ હિન્દુ ભાઈઓને તૈયાર રહેવાની અપીલ કરું છું. અમે 3 મે સુધી રાહ જોઈશું, જ્યારે રમઝાન સમાપ્ત થશે, પરંતુ જો તેઓ તેને અટકાવશે નહીં, અને જો તેઓ માનશે કે તેમનો ધર્મ ન્યાયતંત્ર કરતા મોટો છે, તો અમે જે પણ થશે તે કરીશું. મનસે આ માટે તૈયારી કરી રહી છે. ઠાકરેએ કહ્યું કે MNS ક્યારેય નથી ઈચ્છતી કે, દેશમાં સાંપ્રદાયિક રમખાણો કે શાંતિ ડહોળાય. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને માનવીય દૃષ્ટિકોણથી જોવી જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CM Yogi Adityanath, Raj Thackeray

    विज्ञापन
    विज्ञापन