રામ મંદિર પર બોલ્યા યોગી- પ્રભુ રામનું કામ છે, તિથિ તે જ નક્કી કરશે

અયોધ્યામાં રામ મંદિર પર સવાલ કરતાં CM યોગીએ કહ્યું કે, 'વ્યક્તિને આશાવાદી બનવું જોઇએ. પ્રભુ રામનું કામ છે

અયોધ્યામાં રામ મંદિર પર સવાલ કરતાં CM યોગીએ કહ્યું કે, 'વ્યક્તિને આશાવાદી બનવું જોઇએ. પ્રભુ રામનું કામ છે

 • Share this:
  લખનઉ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું કે, 2019નાં લોકસભા ચૂંટણી પ્રધાનમંત્રી મોદીની ઉપલબ્ધિઓ પર હશે, જેમાં રાષ્ટ્રીય મુદ્દો હાવી રહેશે. તેમણે રામ મંદિરનાં સવાલ પર કહ્યું કે, જે કાર્ય થવાનું છે તે થઇને જ રહેશે તેને કોઇ ટાળી ન હીં સકે. નિયતિ જે નક્કી કર્યુ છે તે થઇને જ રહેશે.

  યોગીએ હિન્દુસ્તાન અખબાર દ્વારા આયોજિત 'હિન્દુસ્તાન શિખર સમાગમ' કાર્યક્રમમાં સપા-બસપાનાં ગઠબંધન પર પણ નિશાન સાધ્યુ હતું.

  તેણે કહ્યું કે, પ્રદેશમાં ગઠબંધન એટલે થઇ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી થી ભયભીત છે, તે ભારતનાં વિકાસથી ભયભીત છે, રાજનૈતિક સ્થિરતાથી ભયભીત છે. આ દેશની પહેલી સરકાર છે જેને સત્તાનું કેન્દ્ર બિંદુ ગામ, ખેડૂત, મજૂર અને મહિલાઓને બનાવ્યા છે. આ એક આંચકો છે જેમાં કહેવામાં આવે છે કે અમે મળીને ચૂંટણી લડીશું. પણ નેતાઓનાં નામ ફણ જાહેર નથી કરતાં. કારણ કે તેમની પાસે કોઇ નેતા જ નથી.

  મોબ લિંચિંગનાં સવાલ પર તેમણે કહ્યું કે, હિંસા કોઇપણ સ્થિતિમાં સ્વીકાર નથી. કાયદાને હાથમાં લેવાનો અધિકાર કોઇને નથી. પ્રદેશમાં બેરોજગારીનાં સવાલ પર તેમને કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં નોકરીઓની અછત નથી. અમારી સરકારે 1,37,000 શિક્ષકોની ભર્તી થવાની છે. પોલીસમાં દોઢ લાખ ભર્તી થઇ છે. તેની પ્રક્રિયા ચાલુ છે. પ્રદેશમાં હાલમાં જ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાંથી લાખો લોકોને રોજગાર મળ્યોછે.

  તેમણે કહ્યું કે, પ્રદેશમાં કર્મચારીઓને 50 વર્ષની ઉંમરમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જે સારુ કામ કરશે તે આગળ આવશે, જે કામ નહીં કરે તેમને ઘરે મોકલવામાં આવશે. પ્રદેશમાં પોલીસ દ્વારા કરવામાં આવતા એન્કાઉન્ટર પર પ્રશ્ન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તમામ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવી ગયા છે કોઇપણ ફર્જી એન્કાઉન્ટર ન થાય. નહીં તો તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આશે.

  અયોધ્યામાં રામ મંદિર પર સવાલ કરતાં CM યોગીએ કહ્યું કે, 'વ્યક્તિને આશાવાદી બનવું જોઇએ. પ્રભુ રામનું કામ છે. અને તેની તિતિ ભગવાન રામ જ નક્કી કરશે. પણ જે કાર્ય થવાનું છે તે થઇને જ રહેશે. તેને કોઇ ટાળી નહીં શકે. નિયતિ જે નક્કી કરે છે તે થાય જ છે.'
  Published by:Margi Pandya
  First published: