Home /News /national-international /

ગાયોનાં મોત પર CM યોગીનું કડક વલણ, આઠ અધિકારીને સસ્પેન્ડ કર્યા

ગાયોનાં મોત પર CM યોગીનું કડક વલણ, આઠ અધિકારીને સસ્પેન્ડ કર્યા

યોગી, ફાઇલ તસવીર

સીએમએ કહ્યુ કે જો અધિકારીઓની બેદરકારીને કારણે ગાયોનાં મોત થયા છે તો તેમની સામે ગૌવધ નિવારણ અધિનિયમ તેમજ પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

  પ્રયાગરાજ, અયોધ્યા અને મિર્ઝાપુરની ગૌશાળાઓમાં ગાયોનાં મોત પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવતા આઠ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ અયોધ્યા, મિર્ઝાપુરના ડીએમ સહિત અનેક અધિકારીઓને નોટિસ ફટકારી છે. રવિવારે સાંજે જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરતા સીએમ યોગીએ અયોધ્યા, પ્રયાગરાજ તેમજ મિર્ઝાપુરના મંડળ કમિશનોને આદેશ કર્યો કે તેઓ જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે.

  વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીઓએ અધિકારીઓને આડેહાથ લીધા હતા. સીએમએ કહ્યુ કે જો અધિકારીઓની બેદરકારીને કારણે ગાયોનાં મોત થયા છે તો તેમની સામે ગૌવધ નિવારણ અધિનિયમ તેમજ પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

  આ અધિકારીઓ સસ્પેન્ડ થયા

  મુખ્યમંત્રીના કડક વલણ બાદ અયોધ્યાનાં પાંચ અને મિર્ઝાપુરના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાં યશોવર્ધન સિંહ વીડીઓ મિલ્કીપુર, ડો શ્રીકૃષ્ણ નાયબ પશુ ચિકિત્સક અધિકારી મિલ્કીપુર, ઇચ્છારામ પ્રિયદર્શી ગ્રામ પંચાયત અધિકારી મિલ્કીપુર, ડો ઉપેન્દ્ર કુમાર કાંઝી અયોધ્યા, ડો વિજેન્દ્ર કુમાર ગૌશાળા પ્રભારી અયોધ્યા, ડો એકે સિંહા મુખ્ય ચિકિત્સા અધિકારી મિર્ઝાપુર, મુકેશ કુમાર અધિકારી મિર્ઝાપુર નગરપાલિકા, રામજી ઉપાધ્યાય મિર્ઝાપુર નગરપાલિકાનો સમાવેશ થાય છે.

  બીજેપી નેતાના ઘરેથી રેસલરનો મૃતદેહ મળ્યો

  અમર ઉજાલાના જણાવ્યા પ્રમાણે બીજેપીના અવધ ક્ષેત્રના મીડિયા પ્રભારી રુખસાના નકવીના ઠાકુરગંજ સ્થિત ઘરેથી રવિવારે સવારે ગોલ્ડ મેડલ વિજેતા રેસરલ રેશમ સિંહ (26)નો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. હરદોઈના નિવાસી રેશમ શનિવારે રાત્રે મિત્ર વારિસ ગાઝી સાથે લખનઉ આવ્યો હતો. રેશમના પરિવારે રુખસાના અને તેના સાથીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Cow, Yogi adityanath, અધિકારીઓ, ઉત્તર પ્રદેશ

  આગામી સમાચાર