મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા યોગી, 2019માં હાર માટે તૈયાર રહે કોંગ્રેસ

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારના 4 વર્ષ પૂર્ણ થવા અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પી.એમ. મોદીની આગેવાની હેઠળ ભારત સુપરપાવરના રૂપમાં વિશ્વમાં એક પોતાની ઓળખ બની જશે. યોગી અદિત્યનાથે આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા કહ્યું કે કોંગ્રેસે 2019માં આગામી હારની તૈયારી કરી લેવી જોઇએ.

  તો કેન્દ્રિય રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ કર્યું કે છેલ્લા 4 વર્ષમાં મોદી સરકારના નેતૃત્વમાં દેશનો સર્વગ્રાહી વિકાસ થયો છે, પારદર્શિતતા અને જવાબદારી નિશ્ચિત બની છે, આર્થિક, સામાજિક અને વૈશ્વિક સ્તર પર દેશ સશક્ત બન્યો છે. સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પર લોકોનો વિશ્વાસ વધ્યો છે.  તો બીજી તરફ, કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા અંગે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે સરકારનો છેલ્લા 4 વર્ષનો સાર 'મારું ભાષણ જ મારું તંત્ર છે.' મોદી સરકાર તમામ સ્કેલ પર પૂરી રીતે નિષ્ફળ ગઇ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીસરકારના ચાર વર્ષ પૂર્ણ થઇ ગયા છે. પીએમ મોદીએ 2014માં 26મે એ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પોતાની સરકારના ચાર વર્ષ પૂરા થવા અંગે પી.એમ. મોદીએ ચાર ટ્વિટ કર્યા હતા આ ટ્વીટ્સમાં મોદીએ તેમની સરકારને ભરોસાપાત્ર બનાવવા માટે જનતાને આભાર વ્યક્ત કર્યો છે.
  Published by:Bhoomi Koyani
  First published: