Home /News /national-international /મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે સીએમ યોગી આદિત્યનાથે કરી મુલાકાત, ફિલ્મ સિટી માટે બની રહી છે ખાસ રણનીતિ

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે સીએમ યોગી આદિત્યનાથે કરી મુલાકાત, ફિલ્મ સિટી માટે બની રહી છે ખાસ રણનીતિ

બોલિવૂડ કલાકારો સાથે સીએમ યોગી આદિત્યનાથની મુલાકાત

આ મીટિંગમાં ભારત લેનારા સ્ટારની યાદી પણ સામે આવી છે. જેમાં ઓમ રાઉત, મધુર ભંડારકર, વિનોદ બચ્ચન, અનિલ શર્મા, બોની કપૂર, સુભાષ ઘઈ, શ્રીનારાયણ સિંહ અને અન્ય કેટલાય નામ સામેલ છે.

    મુંબઈ: મુંબઈની તાજ હોટલમાં ફિલ્મી દુનિયાના સ્ટાર એકઠા થયા હતા. આ મીટિંગમાં ભાજપના સાંસદ અને એક્ટર રવિ કિશન તથા સુનીલ શેટ્ટી પણ સામેલ થશે. આ મીટિંગમાં ભારત લેનારા સ્ટારની યાદી પણ સામે આવી છે. જેમાં ઓમ રાઉત, મધુર ભંડારકર, વિનોદ બચ્ચન, અનિલ શર્મા, બોની કપૂર, સુભાષ ઘઈ, શ્રીનારાયણ સિંહ અને અન્ય કેટલાય નામ સામેલ છે.

    આ ઉપરાંત યોગી આદિત્યનાથની આ મીટિંગમાં અન્ય પણ કેટલાય દિગ્ગજ સામેલ થયા હતા. જેમાં પ્રોડ્યૂસર દીપક મુકુટ, પ્રોડ્યુસર કુમાર મંગત, મનમોહન શેટ્ટી, શિવાશીષ સરકાર, સિંગર કૈલાશ ખેર, ઈંદ્ર કુમાર, ડીનો મોરયા, કાજલ અગ્રવાલ, રાજપાલ યાદવ, મનોજ જોશી, જૈકી શ્રૌફ, રાહુલ મિત્રા, મનોજ મુંતશીર, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, સોનૂ નિગમ, અર્જૂન બાઝવા, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા, દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆ જેવા સ્ટાર સામેલ થયા હતા.

    આ પણ વાંચો: યુપી સ્થાનિક સંસ્થા ચૂંટણીને લઈને CM યોગી આદિત્યનાથની મોટી જાહેરાત- OBC અનામતને લઈને જાણો શું કહ્યું

    અક્ષયે કરી હતી સીએમ યોગી સાથે મુલાકાત


    આ અગાઉ બુધવારે પણ અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અક્ષયે કહ્યું કે, યૂપીના ફિલ્મ સિટીને લઈને ભારતીય સિનેમા જગતમાં ખૂબ જ ઉત્સાહ છે. કેટલાય મોટા પ્રોડક્શન હાઉસ, પ્રોડ્યૂસર, ડાયરેક્ટર અને એક્ટર્સ યૂપીની ફિલ્મ સિટી રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં વર્લ્ડ લેવલ ફિલ્મ એન્ડ ઈફોટેનમેન્ટ સિટીનો વિકાસ સિનેમા જગતને એક નવો વિકલ્પ આપશે.

    સીએમ યોગી સાથે થઈ રામસેતૂ ફિલ્મ પર ચર્ચા


    અક્ષય કુમારે સીએમ યોગી સાથે પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રામસેતૂની સ્ક્રિપ્ટ તૈયાર કરતા પહેલા થયેલા રિસર્ચ, તૈયારીઓ, રામસેતૂની વૈજ્ઞાનિકતા વગેરે વિશે પણ ચર્ચા કરી અને કહ્યું કે, એક વાર આ ફિલ્મ જરુરથી જોશો. આ અવસર પર સીએમ યોગીએ કહ્યું કે, જનજાગૃતિ ફેલાવામાં સિનેમાની બહુ મોટી ભૂમિકા છે. ફિલ્મમેકર્સને વિષય પસંદ કરતી વખતે સામાજિક અને રાષ્ટ્રીય ચેતના વિષયોને મહત્વ આપવા જોઈએ.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: CM Yogi Adityanath, Mumbai News

    विज्ञापन
    विज्ञापन