નવી દિલ્હી: યુપીનાં (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) આજે વડાપ્રધાન મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે. આ પહેલા સીએમ યોગી શુક્રવારે 10.30ની આસપાસ યુપી સદનથી વડાપ્રધાન આવાસ માટે આવવા રવાના થયા હતા. અહીં આવ્યા બાદ સીએમ યોગી અને પીએમ મોદીની વચ્ચે બેઠક થઇ હતી. જે બાદ સીએમ યોગી બીજેપી ચીફ જે.પી નડ્ડાને મળવા તેમના ઘરે પહોંચ્યા. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ કોવિંદને પણ મળી શકે છે. નોંધનીય છે કે, યોગી આદિત્યનાથના અચાનક દિલ્હી પ્રવાસને (Yogi Adityanath in Delhi) લઈ લખનઉના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
પીએમ મોદીને મળ્યા બાદ સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર મુલાકાત તથા માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी से नई दिल्ली में शिष्टाचार भेंट एवं मार्गदर्शन प्राप्ति का सौभाग्य प्राप्त हुआ।
अपनी व्यस्ततम दिनचर्या से भेंट के लिए समय प्रदान करने व आत्मीय मार्गदर्शन करने हेतु आदरणीय प्रधानमंत्री जी का हृदयतल से आभार। pic.twitter.com/0pAmYVA44q
આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસો પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એલ. સંતોષ અને પાર્ટીના રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહે લખનઉની મુલાકાત લીધી હતી અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
બંને નેતાઓએ આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના પ્રધાનો અને સંગઠનના મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath reaches 7 Lok Kalyan Marg, Prime Minister's official residence, to meet PM Narendra Modi pic.twitter.com/CY9IO63V5d
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ બપોરે ગુરૂવારે 3:30 વાગ્યે સ્ટેટ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા. સાંજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે આ બેઠક ઘણી જ મહત્ત્વની માનાવમાં આવી રહી છે.
અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે. આ મુલાકાતોમાં પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન (UP Panchayat Elections), આગામી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) અને વેક્સીનેશન (Corona Vaccination) જેવા મુદ્દાઓ મુખ્ય હશે. ઉત્તર પ્રદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે પણ ચર્ચા થઈ શકે છે.
યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.
" isDesktop="true" id="1104065" >
રાજ્યમાં બ્રાહ્મણોનું એક જૂથ યોગી સરકારને ઠાકુર તરફી માને છે. તેવામાં આ નવો ચેહરો આવતા રાજકારણ ગરમાયાની વાતો પણ ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર