UPમાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર, વિદ્યાર્થીઓને નાથ સંપ્રદાયના સંતો વિશે ભણાવાશે

 • Share this:
  ઉત્તર પ્રદેશની સ્કૂલના વિદ્યાર્થીઓ હવે નાથ સંપ્રદાયના સંતો વિશે ભણશે. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાથ સાંપ્રદાયનાં છે. એક અહેવાલ મુજબ આ નવા શૈક્ષણિક વર્ષથી જ નાથ સંપ્રદાય વિશે પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવશે. જેમાં બાબા ગોરખનાથ, બાબા ગંભીરનાથ અને સ્વામી પ્રણવાનંદનો સમાવેશ થાય છે. નાથ સંપ્રદાયના આ ગુરુઓ વિશેનાં પાઠ ધોરણ 6, 7 અને 8માં સમાવવામાં આવ્યાં છે.

  બેઝિક શિક્ષા અધિકારનાં ભુપેન્દ્ર નારાયણ સિંઘે જણાવ્યું કે, “નવા પાઠ્યપુસ્તરો આકર્ષક બનાવવામાં આવ્યા છે. બાબા ગોરખનાથ, બાબા ગંભીરનાથ અને સ્વામી પ્રણવાનંદ, શહિદ બંધુ સિંઘ, પંડિત સામ પ્રસાદ બિસ્મીલ વગેરેનાં જીવન વિશે બાળકોને ભણાવવામાં આવશે. 8.36 લાખ પાઠ્યપુસ્તકો અમને મળી ગયા છે અને અમે તેમને શાળાઓ સુંધી પંહોચાડી રહ્યા છીએ.”

  પાઠ્યપુસ્તરમાં મહાન વ્યક્તિત્વ નામના 32 ચેપ્ટરો હતા જે વધારીને 38 કરવામાં આવ્યા છે. બાળકો નેતાજી સુભાષચન્દ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ વિશે પણ ભણાવવામાં આવશે.

  ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ નાથ સંપ્રદાયમાંથી આવે છે. જ્યારથી તેઓ ઉત્તરપ્રદેશનાં મુંખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેમણે રાજ્યના વિવિધ વિભાગોમાં ધડમૂળથી ફેરફાર કરી રહ્યા છે અને તેમના વિરોધીઓ આક્ષેપ કરે છે કે, તેઓ રાજ્યને હિંદુત્વવાદી બનાવી રહ્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published: