UP : યોગી સરકારના કેબિનેટ મંત્રીનું કોરોના સંક્રમણથી મોત

News18 Gujarati
Updated: August 2, 2020, 11:34 AM IST
UP : યોગી સરકારના કેબિનેટ મંત્રીનું કોરોના સંક્રમણથી મોત
ફાઇલ તસવીર

પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠાને જોતા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ સરકારમાં ટેકનિકલ શિક્ષા મંત્રી હતા.

  • Share this:
લખનઉ : યોગી સરકારમા (Yogi Government) કેબિનેટ મંત્રી કમલા રાની વરૂણનું (Kamkla Rani varun) કોરોના સંક્રમણને (Coronavirus) કારણે રવિવારે મૃત્યુ થયુ છે. 18 જુલાઇના રોજ તેમનો કોરાનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. તેમના પરિવારનાં પણ અન્ય લોકો સંક્રમિત બન્યા છે. તેમની સારવાર લખનઉના પીજીઆઈમાં ચાલતી હતી. 2017માં બીજેપીએ તેમને કાનપુરમની એક બેઠક પરથી ચૂંટણીમાં ઉતાર્યા હતા. તેઓ આ બેઠક પરથી જીતનારા પાર્ટીની પહેલા ધારાસભ્ય હતા. પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠાને જોતા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ સરકારમાં ટેકનિકલ શિક્ષા મંત્રી હતા.

18 જુલાઈના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કમલા રાણી વરુણનો ગત 18 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેઓને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે રવિવારે તેમનું દુઃખદ અવસાન થયું છે. કમલા વરુણનો જન્મ 3 મે 1958માં થયો હતો.

આ પણ વાંચો - દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 17.50 લાખને પાર, 24 કલાકમાં 54 હજાર નવા કેસ આવ્યા સામે

આ પણ જુઓ - 
દેશમા કોરોના તીવ્રતાથી વધી રહ્યો છે

દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓએ આજે સાડા 17 લાખનો આંકડો પાર કરી દીધો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 54 હજારથી વધારે નવા મામલા સામે આવ્યા છે. નવા કેસ મળ્યા પછી દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 લાખ 50 હજાર 723 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે ગુરૂવારે રેકોર્ડ 54 હજાર 735 દર્દીઓ વધ્યા અને 853 દર્દીઓએ જીવ ગુમાવ્યા. જ્યારે આ પહેલા શુક્રવારે 57,118 મામલા સામે આવ્યા હતા અને 764 લોકોની મોત થઇ હતી.

આ પણ વાંચો - ભારતમાં ચીન નહીં પરંતુ યુરોપથી ફેલાયા કોરોના વાયરસના મહત્તમ કેસ : સ્ટડી
Published by: Kaushal Pancholi
First published: August 2, 2020, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading