Home /News /national-international /UP Board 10th Result 2022: ફાંસીની સજાના કેદીએ ફર્સ્ટ ક્લાસથી પાસ કરી ધોરણ 10ની પરીક્ષા
UP Board 10th Result 2022: ફાંસીની સજાના કેદીએ ફર્સ્ટ ક્લાસથી પાસ કરી ધોરણ 10ની પરીક્ષા
કેદીએ પરીક્ષા પાસ કરી
UP Board 10th Result 2022: કેદીને શાહજહાંપુરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેણે જેલમાં રહીને જ યુપી બોર્ડની (UP Board) ધોરણ 10ની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી છે.
ઉત્તર પ્રદેશના (UP)માં ફાંસીની સજા પામેલા કેદીએ (Prisoner sentenced to death) ધોરણ 10ની પરીક્ષામાં ઉજ્જવળ (UP Board 10th Result 2022)પરિણામ લાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કેદીને શાહજહાંપુરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેણે જેલમાં રહીને જ યુપી બોર્ડની (UP Board) ધોરણ 10ની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જિલ્લા જેલ શાહજહાંપુરના જેલ અધિક્ષક બી.ડી. પાંડેએ જણાવ્યું કે, જિલ્લા અદાલતે 5 વર્ષની માસૂમની હત્યાના કેસમાં મનોજ નામના વ્યક્તિને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. સજા પછી મનોજે જેલમાંથી જ ધોરણ 10ની પરીક્ષા માટે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. જે બાદ તેનુ રિઝલ્ટ આવ્યુ હતુ, જેને જોઇને સૌ કોઇ ચોંકી ગયા હતા.
ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ (UPMSP) એ શનિવારે ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો (10th Result) જાહેર કર્યા હતા. જાહેર થયેલા પરિણામો અનુસાર કેદી મનોજ યાદવે 64 ટકા માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસસાથે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે.
ફાંસીની સજા આપ્યા બાદ આરોપીએ વાંચન-લેખન છોડ્યુ જેલ સુપ્રિટેન્ડેન્ટે આ વિશે જણાવ્યું કે, આ કેદી મનોજ યાદવ કલાન વિસ્તારનો રહેવાસી છે. તેણે 28 જાન્યુઆરી 2015ના રોજ એક 5 વર્ષના નિર્દોષ અનમોલની ગોળી મારીને હત્યા કરી હતી, જે સબબ તેને શાહજહાંપુર કોર્ટે 24 નવેમ્બર 2021ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, સજા સંભળાવતા પહેલા પણ મનોજે જેલમાં જ ધોરણ 10નું ફોર્મ ભરી લીધુ હતું, પરંતુ ફાંસીની સજા સંભળાવ્યા બાદ તેણે વાંચન-લેખન સંપૂર્ણપણે છોડી દીધું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, જેલમાં રહેલા ઘણા અધિકારીઓએ મનોજ યાદવને મનથી અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યો હતો. જે બાદ તેણે ફરીથી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મનોજ યાદવે ધોરણ 10ના દરેક વિષયની પરીક્ષા આપી હતી, જેના પરિણામ સ્વરૂપે તેનુ રિઝલ્ટ સારુ આવ્યુ હતુ અને 64 ટકા માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ સાથે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે.
પાંડેએ જણાવ્યું કે, મનોજને તેમના દ્વારા અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવ્યા હતા. આ સાથે તે સમયાંતરે તેની મુલાકાત પણ લેવામાં આવી હતી અને અભ્યાસને લગતી માહિતી પણ મેળવતો હતો. અંતે તેણે ધો. 10માં સારા ગુણ લાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર