સરકારી અધિકારી સન્માન ન આપે તો જૂતા મારો: BJP MLA

પ્રતિકાત્મક તસવીર

કેટલા અધિકારીઓ, સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીનાં છે. તેમને સુધરવા માટે બે મહિનાનો સમય આપવો જોઇએ: MLA

 • Share this:
  ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્યએ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, જો કોઇ અધિકારી સન્માન ન આપે તો તેને જૂતાથી મારો.

  વાત એમ છે કે, ઉત્તર પ્રદેશનં લલિતપુર જિલ્લાનાં ભાજપનાં ધારાસભ્ય રામરતન કુશવાહાનો એક સન્માન સમારોહ મહરોનીમાં યોજાયો હતો.

  કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે તેમણે કહ્યું કે, કોઇ અધિકારી કે કર્મચારી તમને સન્માન આપતો નથી તો તેને જૂતાથી મારો.

  તેમણે એવો આક્ષેપ કર્યો કે, કેટલા અધિકારીઓ, સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીનાં છે. તેમને સુધરવા માટે બે મહિનાનો સમય આપવો જોઇએ.

  સરકારી કર્મચારીઓને આ ધારાસભ્યએ ચેતવણી આપી અને સુધરી જવા કહ્યું. ભાજપનાં ધારાસભ્યએ જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે રાજ્ય સરકારનાં શ્રમમંત્રી મનોહર લાલ પંથ અને સાસંદ અનુરાગ શર્મા પણ ત્યાં હાજર હતા.

  ધારાસભ્ય કુશવાહાએ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કેટલાક સરકારી કર્મચારીઓએ અન્ય પાર્ટીઓને ફાયદો થાય એ રીતે કામ કર્યું હતુ.

  જો કે, ધારાસભ્યનાં આ નિવેદનથી મંત્રી અને સાંસદે અલગ અભિપ્રાય આપ્યો હતો.
  Published by:Vijaysinh Parmar
  First published: