Home /News /national-international /પ્રિયંકાએ BJP પ્રદેશ અધ્યક્ષના ઘરમાં પાડ્યું ગાબડું, પૂત્રવધૂને કોંગ્રેસ સાથે જોડ્યા

પ્રિયંકાએ BJP પ્રદેશ અધ્યક્ષના ઘરમાં પાડ્યું ગાબડું, પૂત્રવધૂને કોંગ્રેસ સાથે જોડ્યા

પ્રિયંકા ગાંધી, અમૃતા પાંડેય (તસવીરઃ સોશિયલ મીડિયા)

અમૃતા પાંડેય ડો. મહેન્દ્રનાથ પાંડેયના મોટાભાઈ જિતેન્દ્ર પાંડેયના પુત્રની વહુ છે.

    વારાણસી : ઉત્તર પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પ્રિયંકા ગાંધી બીજેપીમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા છે. પ્રવાસના અંતિમ પડાવ દરમિયાન વારાણસી ખાતે તેમણે બીજેપી પ્રદેશ અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડેયની પુત્રવધૂને કોંગ્રેસનું સભ્યપદ અપાવ્યું હતું. અમૃતા પાંડેય ડો. મહેન્દ્રનાથ પાંડેયના મોટાભાઈ જિતેન્દ્ર પાંડેયના પુત્રની વહુ છે. કોંગ્રેસમાં ડાવા અંગે અમૃતા પાંડેયએ કહ્યું કે અમારો કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે જૂનો સંબંધ છે.

    કોંગ્રેસ સાથે જોડાયા બાદ અમૃતા પાંડેયએ કહ્યું કે તેનો સાસરિયા પક્ષ ભાજપ સાથે જોડાયેલો છે, જ્યારે તેના પિયરિયા પક્ષના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યારે કોંગ્રેસમાં સક્રિય થયા છે ત્યારે તેમની પણ ઘરવાપસી થઈ છે. કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે મને ખાસ લાગણી રહી છે.

    લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાતાની સાથે જ અમૃતાએ બીજેપીને બ્રાહ્મણ વિરોધી પાર્ટી ગણાવી હતી. અમૃતાએ કહ્યું કે, આગામી સમય નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ કોંગ્રેસનો છે. બીજેપીએ બ્રાહ્મણો જ નહીં સમાજના અન્ય વર્ગો સાથે પણ છેતરપિંડી કરી છે.

    આ પણ વાંચો : BJPનો મોટો નિર્ણય, આ રાજ્યના એક પણ સાંસદને નહીં મળે લોકસભાની ટિકિટ

    મહેન્દ્રનાથ પાંડેયએ આપી પ્રતિક્રિયા

    ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયએ પૂત્રવધૂ કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલો પર ટિપ્પણી કરતા કહ્યું છે કે મારી કોઈ જ પુત્રવધૂ નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડયએ ટ્વિટર પર પોતાની પુત્રી અને પત્નીની તસવીર શેર કરતા લખ્યું છે કે મારા આખા પરિવાર તરફથી તમામ દેશવાશીઓને રંગોના તહેવાર એવા હોળીના પાવન પર્વની શુભેચ્છા.

    નોંધનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી છેલ્લા ત્રણ દિવસથી પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. બુધવારે તેઓ નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં હાજર રહ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Election 2019, Lok sabha election 2019, Priyanka gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    विज्ञापन
    विज्ञापन