પાવડાથી પત્નીની હત્યા કરી ખાટલા પર નિરાતે ઊંઘી ગયો પતિ, બાળકો બૂમો પાડી ગયા

પાવડાથી પત્નીની હત્યા કરી ખાટલા પર નિરાતે ઊંઘી ગયો પતિ, બાળકો બૂમો પાડી ગયા
પ્રતીકાત્મક તસવીર: (Shutterstock)

રાત્રે આશરે 12 વાગ્યા હરવેદ પોતાના ખાટલામાંથી ઉઠ્યો હતો અને પાવડાથી પત્ની પર હુમલો કરી દીધો હતો.

  • Share this:
    લખનઉ: ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લામાં બુધવારે રાત્રે એક પતિ (Husband)એ તેની પત્ની (Wife)ની હત્યા કરી નાખી હતી. બનાવ બેહટા પોલીસ મથક હેઠળ આવતા ગંગોલી ગામનો છે. અહીં એક વ્યક્તિએ પાવડાના ફટકા મારીને પોતાની પત્નીની હત્યા (Murder) કરી નાખી હતી. જે બાદમાં નિરાતે ખાટલા પર ઊંઘી ગયો હતો. રાત્રે જ્યારે તે બીજા રૂમમાં ઊંઘવા ગયો ત્યારે બાળકો જાગી ગયા હતા. આ દરમિયાન માતાને હત્યા કરાયેલા હાલતમાં પડેલી જોઈને બાળકો બૂમો પાડી ગયા હતા. બાદમાં બાળકોએ પાડોશીઓને જગાડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીની તેના ઘરેથી ધરપકડ કરી છે. પરિવારનું કહેવું છે કે આરોપીની માનસિક હાલત સારી નથી.

    ગંગોલી ગામ નિવાસી 42 વર્ષીય ઊષા, પતિ હરવેદસિંહ, 20 વર્ષીય દીકરો ઓમવીર, 15 વર્ષીય દીકરો પવન અને 18 વર્ષીય દીકરી સુમન બુધવારે રાત્રે જમીને પોત પોતાના રૂમમાં ઊંઘી ગયા હતા. રાત્રે આશરે 12 વાગ્યા હરવેદ પોતાના ખાટલામાંથી ઉઠ્યો હતો અને પાવડાથી પત્ની પર હુમલો કરી દીધો હતો. હરદેવે ફક્ત ગળા પર જ પ્રહાર કર્યા હતા. જેનાથી ઊષાની બૂમ સંભળાઈ ન હતી. ઊષાએ ખાટલા પર જ દમ તોડી દીધો હતો. જે બાદમાં હરદવે પાછો ખાટલા પર જઈને ઊંઘી ગયો હતો.



    આ પણ વાંચો: પગારદારો માટે સારા સમાચાર! આ વર્ષે પગારમાં બમ્પર વધારો, થશે ડબલ ડિજિટની વૃદ્ધિ!

    કહેવામાં આવી રહ્યું છે કે હરદેવ રાત્રે ત્રણ વાગ્યે જાગ્યો હતો. તેણે બાળકોને જગાડ્યા હતા અને કહ્યું હતું કે તેને સારું નથી લાગી રહ્યું. તેણે બીજા રૂમમાં ઊંઘવાની વાત કરી હતી. બાળકો કંઈ સમજે તે પહેલા જ તે બીજા રૂમમાં જઈને ઊંઘી ગયો હતો. આ દરમિયાન બાળકોએ રૂમના દરવાજાથી ઘરના આંગળા સુધી લોહીનો રેલો જોયો હતો.

    આ પણ વાંચો: પ્રથમ કિસ્સો: રાજકોટમાં બે સગી બહેનો સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

    બાળકો જ્યારે રૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાં લોહીથી લથપથ હાલતમાં તેની માતા પડી હતી. જે બાદમાં બાળકોએ ચૂપચાપ પાડોશીઓને બોલાવ્યા હતા. બાદમાં આ અંગેની જાણકારી પોલીસને આપી હતી. સવારે ચાર વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન તેણે પાવડાથી પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી લીધી હતી. આ ઉપરાંત કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તે વાત પણ જણાવી હતી.

    આ પણ વાંચો: બ્લેકમેઇલિંગનો અજીબ કિસ્સો: બિઝનેસમેન મુરતિયાને 'દુલ્હને' કહ્યું- 'લગ્ન પહેલા મારે તમને નિર્વસ્ત્ર જોવા છે'! 

    આરોપીના બાળકોનું કહેવું છે કે તેના પિતાની માનસિક હાલત સારી નથી. તેની સારવાર ચાલી રહી છે. આ જ કારણે વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ તેની માનસિક બીમારી વિશે પણ માહિતી મેળવી રહી છે. પરિવારના લોકોનું કહેવું છે કે આરોપી અવારનવાર હિંસક બની જતો હતો પરંતુ તે આવું કરશે તેવી કોઈને કલ્પના પણ ન હતી. આરોપીના 22 વર્ષ પહેલા ઉષા દેવી સાથે લગ્ન થયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:February 19, 2021, 14:22 pm

    ટૉપ ન્યૂઝ