Home /News /national-international /UP News: અલગ-અલગ જિલ્લાઓમાં આકાશીય વીજળીનો કહેર, 40 લોકોનાં મોત, અનેક ઘાયલ

UP News: અલગ-અલગ જિલ્લાઓમાં આકાશીય વીજળીનો કહેર, 40 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશમાં વીજળી ત્રાટકવાથી 40 લોકો ઉપરાંત અનેક મવેશીનાં પણ મોત, યોગી આદિત્યનાથે રાહત રકમ તાત્કાલિક આપવાના નિર્દેશ આપ્યા

ઉત્તર પ્રદેશમાં વીજળી ત્રાટકવાથી 40 લોકો ઉપરાંત અનેક મવેશીનાં પણ મોત, યોગી આદિત્યનાથે રાહત રકમ તાત્કાલિક આપવાના નિર્દેશ આપ્યા

લખનઉ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અનેક જિલ્લાઓમાં રવિવારે જ્યાં વરસાદના કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ અનેક સ્થળે આકાશીય વીજળી (Lightning) ત્રાટકવાથી 40 લોકોનાં મોત થયા છે. પ્રાકૃતિક આપત્તિમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. વીજળી ત્રાટકવાથી અસંખ્ય પશુઓના પણ મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ આકાશીય વીજળીની ઝપેટમાં આવવાના કારણે જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિવંગતોના પરિજનોને નિયમ અનુસાર, રાહત રકમ તાત્કાલિક આપવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે વીજળી ત્રાટકવાથી ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર મળી રહે તેના નિર્દેશ આપ્યા છે.

મળતી જાણકારી મુજબ, કાનપુર અને આસપાસના જિલ્લાઓમાં 18, પ્રયાગરાજમાં 13, કૌશમ્બીમાં 3, પ્રતાપગઢમાં 1, આગ્રામાં 3 અને વારાણસી તથા રાયબરેલી જિલ્લામાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વીજળી ત્રાટકવાથી અનેક લોકો ઘાયલ પણ થયા છે. સૌથી વધુ નુકસાન કાનપુર મંડલમાં થયું છે. કાનપુર ગ્રામ્યમાં ભોગનીપુર તાલુકાના અલગ-અલગ ગામોમાં 5, ઘાટમપુરમાં 1, ફતેહપુર જિલ્લામાં 7 અને હમીરપુરના ગામોમાં 2 લોકોનાં મોત થયા છે.

આ પણ જુઓ, PHOTOS: કરનાલમાં 14 વર્ષની કિશોરીને Cobra કરડ્યો, ઝાડફૂંક દરમિયાન થયું મોત

માણસોની સાથે મવેશી પણ ઝપટમાં આવ્યા

પ્રયાગરાજની વાત કરીએ તો ભગેસરમાં 13 વર્ષીય રામરાજ તથા 12 વર્ષીય પુષ્પેન્દ્ર કુમાર, મહુલી ગામમાં 65 વર્ષીય રામ મૂરતનું મોત થયું છે. બારાના કરિયા કલાંમાં કામતા પ્રસાદ, રેરામાં વિમલેશ કુમાર અને લોગહગરામાં હરીશચંદ્ર, કરછનાના રોકડીમાં ત્રિભુવન નાથ, સોરાંવના સુલ્તાનપુરમાં આરતી કુમારી, દાદનપુરમાં રંજના, કમાલપુરમાં સંગીતા, ચકબાહરમાં કમલાદેવી, મલાકા બેલામાં માલતી દેવી તથા ગીતા દેવી અને કૌશમ્બીના પુરખાસમાં રામચંદ્ર, અકબરાબાદ ગુસૈલીમાં મૂરતધ્વજ, પશ્ચિમ શરીરામાં મયંક ઉર્ફે શનિ (14) અને પ્રતાપગઢના મંગાપુરમાં આશારામનું મોત થયું છે.

આ પણ વાંચો, કેરીનો માલ લઈને જતાં પિકઅપ ડાલાને ટ્રકે મારી જોરદાર ટક્કર, બે લોકોનાં મોત

" isDesktop="true" id="1113474" >

એડીએમ ફાઇનાન્સ અને રેવન્યૂ એમ.પી. સિંહનું કહેવું છે કે 11 મવેશીઓના પણ મોત થયા છે. બીજી તરફ બાંદાના મોતિયારી ગામમાં 13 વર્ષીય બાળકી અને ઉન્નાવના સરાય બૈદરા ગામમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા છે. ઘાટમપુરમાં 38 મવેશીઓના મોત થયા છે.
First published:

Tags: Lightening, Lucknow, Monsoon 2021, Weather Alert, Weather Updates, Yogi adityanath, ઉત્તર પ્રદેશ, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો