પત્નીથી છૂટકારો મેળવવા પતિનું રાક્ષસી કૃત્ય, ચાલુ ટ્રક આગળ પત્નીને ફેંકી કરી હત્યા
પતિએ પત્નીને ટ્રક સામે ફેંકી કરી હત્યા
Ayodhya : પતિએ જ ટ્રકની આગળ પત્નીને ધક્કો માર્યો હતો, હત્યા (Husband Killed Wife) ને અકસ્માત જેવો બનાવવાના ઈરાદે સવારે 4:30 કલાકે તે તેની પત્નીને મોર્નિંગ વોકના બહાને નેશનલ હાઈવે પર લઈ ગયો હતો. હકીકતમાં મૃતક અને તેના પતિ વચ્ચે પહેલાથી જ અણબનાવ હતો.
ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) માં અયોધ્યા (Ayodhya) થી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યાં એક હૈવાન પતિએ ચાલુ ટ્રકની આગળ ધક્કો મારીને પત્નીની ઘાતકી હત્યા કરી હતી.(UP News) અને હત્યાને અકસ્માતનું નામ આપી ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. (Husband Killed Wife) ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે, મૃતક આરતીની લાશ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે લાશને ઓળખ કરવાના પ્રયાસ દરમ્યાન આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ એ મહિલાને ટ્રકની આગળ ધક્કો મારતો જોવા મળ્યો હતો. (Husband jostle wife on running Truck)
બાદ પોલીસે ઝડપથી ઓળખ માટેના પ્રયાસો ચાલુ કર્યા, ભારે જહેમત બાદ નજીકની હોટલ અને લોજમાં તપાસ કરતાં મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરતાં આ મામલો પોલીસ સમક્ષ આવ્યો હતો.
પોલીસે પતિની કરી ધરપકડ
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી
મૃતકને તેના જ પતિએ ટ્રકની આગળ ધક્કો માર્યો હતો, હત્યાને અકસ્માત જેવો બનાવવાના ઈરાદે સવારે 4:30 કલાકે તે તેની પત્નીને મોર્નિંગ વોકના બહાને નેશનલ હાઈવે પર લઈ ગયો હતો. હકીકતમાં મૃતક અને તેના પતિ વચ્ચે પહેલાથી જ અણબનાવ હતો.
આરોપી પતિ બિહારનો રહેવાસી છે, જેના પર મૃતકના સંબંધીઓએ પહેલા જ દહેજ માટે ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. અયોધ્યા ડીએસપી ડૉ. રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પતિ ત્યાં હાજર નહોતો. આરોપી પતિ તેની પત્નીને નેશનલ હાઈવે પર ફરવાના બહાને લઈ ગયો હતો અને જ્યાં આરોપી પતિએ પત્નીને ટ્રકની આગળ ધક્કો માર્યો હતો, ત્યાં ટ્રક નીચે આવી જતાં પત્નીનું દર્દનાક મોત નીપજ્યું હતું. આરોપીઓએ ઘટનાને અકસ્માત જેવો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ થઈ ગયું કે, આરોપીએ તેની પત્નીને ધક્કો માર્યો છે. હત્યાનો કેસ નોંધીને આરોપી પતિને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર