Home /News /national-international /

Video: દિવાળી પહેલા ઝગમગ થયું અયોધ્યા, લોકોએ કહ્યું: 'અવધમાં આવ્યા છે રામ'

Video: દિવાળી પહેલા ઝગમગ થયું અયોધ્યા, લોકોએ કહ્યું: 'અવધમાં આવ્યા છે રામ'

અયોધ્યા

આ વખતે દીપોત્સવમાં ઉત્તર પ્રદેશ સરકાર અહીં 'દીપોત્સવ' પર 12 લાખ દીવાઓ પ્રગટાવશે.

    અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) મંગળવારે સાંજે એટલે કે ધનતેરસના (Ayodhya on Dhanteras) દિવસે એક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં સરયુના (Saryu river) કિનારે આવેલા ઘાટો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. મંગળવારે ઘાટો પર લાઇટ શો સાથે દીપોત્સવનો (Deepotsav 2021) પ્રારંભ થયો હતો. લાઇટ શોમાં અયોધ્યા અને રામાયણનો હેરિટેજ લૂક દેખાયો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી સરકારે દીપોત્સવ 2021 ઉજવવાનું નક્કી કર્યું હતું, જેમાં દર વર્ષે દિવાળી પહેલા અયોધ્યામાં એક મોટો કાર્યક્રમ યોજવામાં આવે છે.

    તમને જણાવી દઈએ કે, આ વખતે દીપોત્સવમાં ઉત્તર પ્રદેશ સરકાર અહીં 'દીપોત્સવ' પર 12 લાખ દીવાઓ પ્રગટાવશે, જેમાંથી નવ લાખ દીવાઓ સરયૂ નદીના કિનારે પ્રગટાવવામાં આવશે. ગયા વર્ષે 'દીપોત્સવ' પર છ લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા જે એક વિશ્વ વિક્રમ હતો.



    સરકારના નિવેદન અનુસાર, સોમવારથી શરૂ થનારી પાંચ દિવસની લાંબી ઉજવણી દરમિયાન રામલીલાનું મંચન કરવામાં આવશે, 3ડી હોલોગ્રાફિક પરફોર્મન્સ, લેસર શો અને ફટાકડા પણ હશે.



    આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નદીના કિનારે નવ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે અને બાકીના ત્રણ લાખ દીવાઓ 3 નવેમ્બરના રોજ સાંજે 6:00થી 6:30 દરમિયાન શહેરના અન્ય ભાગોમાં પ્રગટાવવામાં આવશે. રામલીલાના મંચ માટે શ્રીલંકાથી સાંસ્કૃતિક જૂથને બોલાવવામાં આવ્યું છે, જ્યારે 5 નવેમ્બર સુધી ઘણી સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.



    મુખ્યમંત્રી સરયુ આરતી કરશે

    નેપાળના જનકપુરની ટીમે સોમવારે રામલીલાનું આયોજન કર્યું હતું. બીજી તરફ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, આસામ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળની ટીમો પાંચ દિવસીય ઈવેન્ટ દરમિયાન તેનું મંચન કરશે.



    જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ 3 નવેમ્બરે 'દીપોત્સવ'ના દિવસે અયોધ્યાના રામ કથા પાર્કમાં 'પુષ્પક વિમાન' (હેલિકોપ્ટર)થી ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાનું પ્રતીકાત્મક સ્વાગત કરશે. મુખ્યમંત્રી 'સરયુ આરતી' પણ કરશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Diwali, Diwali 2021, અયોધ્યા, ભારત

    આગામી સમાચાર