અલકાયદા આંતકીઓ પાસે મળ્યા કાશી, મથુરાના નકશા, 3000 રૂપિયામાં તૈયાર કર્યા પ્રેશર કુકર બોમ્બ: ATS સૂત્ર

અલકાયદા આંતકીઓ પાસે મળ્યા કાશી, મથુરાના નકશા, 3000 રૂપિયામાં તૈયાર કર્યા પ્રેશર કુકર બોમ્બ: ATS સૂત્ર

રવિવારે લખનઉમાં જે બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી તેમની પાસેથી ઉત્તર પ્રદેશના ઘણા શહેરોના નકશા મળ્યા છે. ATSના સૂત્રોના મતે અલકાયદા સમર્થિત આ આતંકી કોઇ મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા

 • Share this:
  નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ પોલીસની ATSને મોટી સફળતા મળી છે. રવિવારે લખનઉમાં જે બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી તેમની પાસેથી ઉત્તર પ્રદેશના ઘણા શહેરોના નકશા મળ્યા છે. ATSના સૂત્રોના મતે અલકાયદા સમર્થિત આ આતંકી કોઇ મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે આ આતંકીઓએ કોઇ વેબસાઇટને જોઈને બોમ્બ બનાવવાનું શીખ્યું હતું. અલકાયદાના બંને સંદિગ્ધોએ પૂછપરછમાં જણાવ્યું કે ફક્ત 3000 રૂપિયામાં પ્રેશક કુકર બોમ્બ તૈયાર કર્યો હતો.

  સૂત્રોના મતે ઉત્તર પ્રદેશ ATSને એક મોડ્યુલ પણ હાથ લાગ્યું છે. તેનું નામ DO IT YOURSELF (DIY)છે એટલ કે પોતાની રીતે કામ કરો. ધરપકડ કરાયેલા બંને આતંકી આ DIY મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેએ પોતાના પૈસાથી ઇ રિક્શામાં લાગતી બેટરી દ્વારા બોમ્બ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

  આ પણ વાંચો - ઉત્તર પ્રદેશઃ CM યોગી આદિત્યનાથે નવી જનસંખ્યા નીતિની કરી જાહેરાત, કહ્યું- વસ્તી વિકાસમાં અડચણરૂપ છે

  3000 રૂપિયામાં બોમ્બ

  સૂત્રોએ જણાવ્યું કે બંને આતંકી ઇન્ટરનેટ દ્વારા અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા. બંને ઉમર અલ મદની સાથે સતત વાતો કરી રહ્યા હતા. તેના કહેવા પર તેણે બોમ્બ પણ બનાવ્યા હતા. બોમ્બ બનાવવામાં સફળતા પણ મળી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ તૈયાર કર્યા પછી આતંકી ટાર્ગેટની શોધમાં હતા. એટલે કે ક્યારે અને ક્યાં હુમલો કરવો છે. સુરક્ષા એજન્સીઓએ એક મોટો ખતરો ટાળ્યો છે. જો પ્રેશર કુક બોમ્બ ક્યાંક ભીડ ભાડ વાળા સ્થાને રાખવામાં સફળ થયા હોત તો મોટી ઘટના થઇ શકતી હતી.

  નિશાના પર હતા ઘણા શહેર

  ATS સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે કાશી અને મથુરાના પણ ધાર્મિક સ્થળોના નકશા આતંકીઓ પાસે મળ્યા છે. આ નકશામાં અલગ-અલગ પોઇન્ટ ચિન્હિત કરવામાં આવ્યા છે. ગોરખપુરના એક વિસ્તારની ડિટેલ આતંકીઓ પાસે યૂપી એટીએસે મેળવી છે.
  Published by:Ashish Goyal
  First published: