UP: ATSએ દેવબંધથી જૈશનાં બે આતંકીઓની કરી ધરપકડ, ગ્રેનેડ એક્સપર્ટ છે શાહનવાઝ

ઉત્તર પ્રદેશના દેવબંધમાંથી ATSએ સર્ચ ઑપરેશનમાં 12 વ્યક્તિની ધરપકડ કરી છે. આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખતા આ કાર્યવાગહી કરાઈ છે.

ઉત્તર પ્રદેશના દેવબંધમાંથી ATSએ સર્ચ ઑપરેશનમાં 12 વ્યક્તિની ધરપકડ કરી છે. આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખતા આ કાર્યવાગહી કરાઈ છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: ઉત્તર પ્રેદશ ATSએ જૈશ એ મોહમ્મદનાં બે આતંકીઓની ધરપકડ કરી લીધી છે. ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાત્રે યૂપી ATSને સંદિગ્ધ આતંકવાદીની જાણકારી મળી હતી. કેટલાંક કશ્મીરી દેવબંધમાં વગર એડમિશન રહી રહ્યાં હતાં.  રાત્રે એટીએસનાં આઇજીએ દેવબંદમાં ઓપરેશન ચલાવ્યું હતું. એટીએસ દ્વારા શાહનવાઝ અને આકિબ અહમદ મલિકની ધરપકડ કરવામાં આવી હતું.

    ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે, ધરપકડ કરાયેલાં જૈશનાં આતંકવાદી શાહનવાઝ કુલગામ અને આકિબ પુલવામાનાં રહેવાસી છે. શાહનવાઝ જૈશ-એ-મોહમ્મદનો સક્રિય આતંકવાદી છે. બંને લોકો જૈશ એ મોહમ્મદ માટે ભરતી કરવાનું કામ કરતાં હતાં. ઓપી સિંહે જણાવ્યું કે, બંને આતંકવાદી પાસે 32 બોરની બે પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ મળ્યા છે. બંનેનાં મોબાઇલથી
    જેહાદી ચેટ્સ પણ મળ્યા છે. શાહનવાઝ ગ્રેનેડ્સ એક્સપર્ટ છે.

    ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા દેવબંધમાંથી 12 શકમંદોની અટકાયત કરાઈ છે. આ શકમંદો પૈકીના જૈશ-એ-મોહમ્મદના સંદિગ્ધોનો સમાવેશ થાય છે. અટકાયતક કરાયેલા લોકોના સામાનની તપાસ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અટકાયત કરાયેલા મોટાભાગના વિદ્યાર્થી છે, જેઓ જમ્મુ-કાશ્મીર અને ઓડિશાના રહેવાસી છે. સુત્રોના મતે જે લોકોની અટકાયત થઈ છે તેમાં શાહનવાઝ જેશ-એ-મોહમ્મદનો સંદિગ્ધ છે. શાહનવાઝ જમ્મુ કાશ્મીરનો રહેવાસી હોવાની વિગતો બહાર આવી રહી છે.

    પ્રાપ્ત જાણકારી મુજબ, એક વેપારી સહિત 10-12 વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ છે. 2 કાશ્મીરી વિદ્યાર્થી, 5 ઑડિશાના વિદ્યાર્થીઓ અને અન્ય જુદા જુદા વિસ્તારોના રહેવાસી છે. જાણકારોના મતે આ રેઇડ રાત્રે 2 વાગ્યે થઈ હતી. દેવબંધના મોહલ્લા ખાનકારના નિકટ નાઝ ભવનમાંથી આ વિદ્યાર્થીઓની અટક કરાઈ છે.

    અધિકારીઓ દ્વારા આ અટકાયત કે રેઇડની ખાત્રી કરાઈ નથી જોકે, તપાસ એજન્સી કાનપુરમાં થયેલા ધડાકા, અને મહારાષ્ટ્રમાં મળી આવેલા આઈઈડી બાદ સક્રિય થઈ ગઈ છે. પુલવામાં હુમલા બાદ દેશમાં દહેશતનો માહોલ છે. એક તરફ ઇન્ટલિજન્સ એલર્ટ છે, તો બીજી બાજુ તપાસ એજન્સીનો ધમધમાટ અને પાકિસ્તાનનો વિરોધ છે. આ બધાની વચ્ચે સતર્કતા વર્તતા એજન્સીઓ ફૂંકી ફૂંકીને તપાસ કરી રહી છે.
    Published by:Jay Mishra
    First published: