Home /News /national-international /

UP Assembly Elections 2022 : બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, પરિવારના એક સભ્યને રોજગાર આપવાનો વાયદો

UP Assembly Elections 2022 : બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, પરિવારના એક સભ્યને રોજગાર આપવાનો વાયદો

ભાજપા તરફથી સંકલ્પ પત્રના નામથી જાહેર ચૂંટણી ઘોષણાપત્રમાં આગામી 5 વર્ષોમાં બધા ખેડૂતોને સિંચાઇ માટે મફત વિજળી ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે

BJP Lok Kalyan Sankalp Patra - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો

    લખનઉ : ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)ભારતીય જનતા પાર્ટીએ (BJP) લોક કલ્યાણ સંકલ્પ પત્ર ના (Lok Kalyan Sankalp Patra)નામથી ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રના કવર પજે પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath)તસવીર છે. બીજેપીના સંકલ્પ પત્રમાં (BJP manifesto)આગામી 5 વર્ષોમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર કે સ્વરોજગાર આપવાનો વાયદો કર્યો છે. જેમાં 5 વર્ષોમાં 3 કરોડ યુવાઓને રોજગાર અથવા સ્વરોજગાર આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

    સાથે કોલેજ જનાર હોશિયાર વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી આપવાનો વાયદો પણ કર્યો છે. ખેડૂતોની આવક ડબલ કરવાના ઉદ્દેશ્યથી ઘણા પ્રકારના પગલા ભરવાની વાત કરવામાં આવી છે. ભાજપા તરફથી જાહેર કરાયેલા લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં ઉજ્જવલા યોજના અંતર્ગત હોળી અને દિવાળીના પ્રસંગે 2 સિલેન્ડર મફત આપવાનો વાયદો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો - Parliament updates : લોકસભામાં PM મોદીએ કહ્યું- લાગે છે કે કોંગ્રેસે 100 વર્ષ સુધી સત્તામાં નહીં આવવાનું મન બનાવી લીધું છે

    5000 કરોડ રૂપિયાના ખર્ચથી મુખ્યમંત્રી કૃષિ સિંચાઇ યોજના શરુ કરવાની વાત

    ભાજપા તરફથી સંકલ્પ પત્રના નામથી જાહેર ચૂંટણી ઘોષણાપત્રમાં આગામી 5 વર્ષોમાં બધા ખેડૂતોને સિંચાઇ માટે મફત વિજળી ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. આ સિવાય 5000 કરોડ રૂપિયાના ખર્ચથી મુખ્યમંત્રી કૃષિ સિંચાઇ યોજના શરુ કરવાની વાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને બોરવેલ, ટ્યૂબવેલ, તળાવ વગેરે બનાવવા માટે ફંડ આપવામાં આવશે.

    શેરડીના કિસાનોને પેમેન્ટ અને MSP પર વિશેષ ભાર

    સંકલ્પ પત્રમાં શેરડીના ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ને લઇને ખાસ પ્રકારે જાહેરાત કરવામાં આવી છે. ઘોષણાપત્રમાં આગામી 5 વર્ષોમાં સરકાર દ્વારા એમએસપી પર ઘઉં અને ડાંગરની ખરીદીને દૂરસ્ત કરવાની વાત કહી છે. સાથે શેરડીના ખેડૂતોને 14 દિવસની અંદર પેમેન્ટ સુનિશ્ચિત કરાવવાનો વાચદો કર્યો છે. જો સમયમાં પૈસા ના મળે તો મિલો પાસે વ્યાજ વસૂલી શેરડીના ખેડૂતોને પૈસા આપવામાં આવશે.

    આ પણ વાંચો - Punjab Assembly Elections: રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ ચન્નીને સીએમ ઉમેદવાર જાહેર કર્યા અને સિદ્ધુને ખબર પણ ના પડી, જાણો ઇન્સાઇડ સ્ટોરી

    દરેક પરિવારના એક સભ્યને રોજગાર-સ્વરોજગારનો વાયદો

    બીજેપીના સંકલ્પ પત્રમાં 5 વર્ષોમાં 3 કરોડ યુવાઓને રોજગાર અથવા સ્વરોજગાર આપવાનો દાવો કરવામાં આવ્યો છે. દરેક પરિવારમાંથી ઓછામાં એક સભ્યને રોજગાર કે સ્વરોજગાર આપવાનો વાયદો કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, CM Yogi Adityanath, Elections 2022, UP Elections 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन