નવી દિલ્હી : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)શનિવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મથુરામાં (Mathura)પ્રચાર કર્યો હતો. જ્યાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)માટે મતદાન થવાનું છે. રાજનાથ સિંહે ગલવાન હિંસાનો (Galwan Violence)મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ પાર્ટી અને તેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)પર પ્રહાર કર્યો હતો. સાથે ભારતીય સૈનિકોની વીરતા પર વિશ્વાસ નહીં કરવા અને ચીની મીડિયા પર વિશ્વાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે રક્ષા મંત્રીના રૂપમાં તેમનો દ્રઢ વિશ્વાસ છે કે કોઇપણ ભારતના ગૌરવ પર હુમલો કરી શકે નહીં.
રક્ષા મંત્રીએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં જૂન 2020ની ઝડપ વિશે કહ્યું કે અમે દુનિયાને સંદેશો આપ્યો છે કે ભારત હવે કમજોર રાષ્ટ્ર નથી. અમે સરહદ પાર કરી શકીએ છીએ અને હુમલો પણ કરી શકીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગલવાનમાં ઘણા ભારતીય જવાન અને ચીનના થોડાક જવાન માર્યા ગયા. તેમને ચીની મીડિયા પર વિશ્વાસ હતો. ઓસ્ટ્રેલિયાના મીડિયાએ જણાવ્યું કે 38થી 50 ચીની સૈનિકો માર્યા ગયા છે. કોંગ્રેસ નેતાને આપણા સેનાની જવાનોની વીરતા પર વિશ્વાસ નથી.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના (Yogi Adityanath) નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર વિશે વાત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી રાજ્યમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવામાં સફળ રહ્યા છે, જે પ્રશંસા યોગ્ય છે. તેમણે કહ્યું કે અપરાધી ભાગી રહ્યા છે, માફિયાની સંપત્તિને તોડવામાં આવી રહી છે. યૂપી વિકાસની રાહ પર છે. એક્સપ્રેસ વે બની રહ્યા છે, તાલુકા અને મુખ્યાલયોને જોડવા માટે રસ્તા બની રહ્યા છે. રાજનાથ સિંહ અહીં ભાજપા ઉમેદવાર પૂરન પ્રકાશ માટે પ્રચાર કરી રહ્યા હતા.
સપા તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે
સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા રાજનાથ સિંહે કહ્યું કે તે તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને ધર્મ આધારિત રાજનીતિ શોધી રહી છે. અમે વસુધૈવ કુટુમ્બકમમાં વિશ્વાસ કરીએ છીએ. ભાજપા વિભાજનના આધારે રાજનીતિને સ્વીકાર કરવા જઈ રહી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર