Home /News /national-international /

Swami Prasad Maurya: યૂપીના રાજનીતિક મૌસમ વૈજ્ઞાનિક છે સ્વામી પ્રસાદ મૌર્ય, આવો છે પાર્ટી બદલવાનો ઇતિહાસ

Swami Prasad Maurya: યૂપીના રાજનીતિક મૌસમ વૈજ્ઞાનિક છે સ્વામી પ્રસાદ મૌર્ય, આવો છે પાર્ટી બદલવાનો ઇતિહાસ

સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું

UP Assembly Elections 2022 - યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપનો સાથ છોડીને સાયકલ પર સવાર થઈ ગયા

લખનઉ : યોગી સરકાર (Yogi Government) માં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maurya) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections) ની જાહેરાત બાદ ભાજપનો સાથ છોડીને સાયકલ પર સવાર થઈ ગયા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બસપા સુપ્રીમો માયાવતી (Mayawati) ના ખાસ નેતાઓમાંથી એક રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપમાં આવી ગયા હતા. બહુજન સમાજ પાર્ટીમાં સ્વામી પ્રસાદ મૌર્યનો કાર્યકાળ ખૂબ જ લાંબો રહ્યો હતો. તેઓ ઘણા સમયથી પડરૌના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેમના પુત્ર અને દીકરીને ટિકીટ ના મળવાને કારણે તેમણે બસપાનો સાથ છોડી દીધો હતો. હાલમાં તેમની દિકરી સંઘમિત્ર મૌર્ય બદાયૂના ભાજપ સાંસદ છે. તેમણે પહેલી વાર વર્ષ 2019 માં ભાજપની ટિકીટ મેળવી હતી.

સ્વામી પ્રસાદ મૌર્યના પુત્ર ઉત્કૃષ્ટ મૌર્યએ વર્ષ 2017 માં ઉંચાહાર વિધાનસભાથી ચૂંટણી લડી હતી. તેઓ ખૂબ જ ઓછા વોટના અંતરથી હારી ગયા હતા. ભાજપ આ વખતે પણ તેમને ટિકીટ આપવા માટે તૈયાર હતું. સ્વામી પ્રસાદ મૌર્યને લાગ્યું હતું કે, તેમનો પુત્ર સમાજવાદી પાર્ટીમાંથી જીતી શકે છે. સ્વામી પ્રસાદ મૌર્યના ઈતિહાસ પર એક નજર કરીએ તો તેમના નિર્ણયો હંમેશા લોકોને અચંબામાં મુકી દે છે. જે સમયે તેમણે બસપાનો સાથ છોડ્યો હતો તે સમયે કોઈને આ અંગે જાણ ન હતી.. ભાજપ સાથે પણ આ પ્રકારે જ થયું છે.

આ પણ વાંચો - Agenda Uttar Pradesh: CM યોગીએ News 18 ના મંચ પર જણાવ્યું ક્યાંથી લડશે ચૂંટણી!

રાજીનામાનું કારણ

રાજનૈતિક નિષ્ણાંતોની વાત માનવામાં આવે તો ટિકિટ વહેંચણી અંગે ભાજપની કોર સમિતિની બેઠકમાં સ્વામી પ્રસાદ મૌર્યની માંગ સાંભળવામાં આવી હતી. ત્યારબાદ તેમણે આ નિર્ણય કર્યો હતો. રાજ્યપાલ આનંદીબહેન પટેલને રાજીનામું મોકલતા પહેલા તેમણે એક ફેસબુક પોસ્ટ કરી હતી. આ ફેસબુક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, માનનીય રાજ્યપાલજી અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં શ્રમ તથા સેવાયોજન અને સમન્વયમંત્રી તરીકે અનુચિત પરિસ્થિતિઓ અને વિચારધારામાં રહીને પણ ખૂબ જ મનોયોગ સાથે ઉત્તરદાયિત્વ મૂકી રહ્યો છું. દલિત, પછાત વર્ગ, ખેડૂતો, બેરોજગાર, જવાનો તથા લધુ અને મધ્યમ શ્રેણીના વેપારીઓ પ્રત્યે અનુચિત વલણના કારણે ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી રહ્યો છું.

સ્વામી પ્રસાદ મૌર્યની રાજનીતિક સફર

સ્વામી પ્રસાદ મૌર્યએ જનતા દળથી પોતાના રાજકારણની શરૂઆત કરી હતી. બસપામાં સામેલ થયા બાદ તેમને રાજનૈતિક સફળતા મળી હતી. બસપામાં હતા તે સમયે તેઓ ચાર વખત ધારાસભ્ય બન્યા અને એક વાર એમએલસી બન્યા હતા. સ્વામી પ્રસાદ મૌર્ય માયાવતીના ખાસ નેતાઓમાંથી એક નેતા હતા. તેઓ બસપાના પ્રદેશ અધ્યક્ષથી લઈને રાષ્ટ્રીય મહાસચિવ સુધી રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2017 ની ચૂંટણી પહેલા બસપાને છોડીને ભાજપની સાથે આવી ગયા હતા.

મૌર્ય વર્ષ 1996 માં ડલમઉથી ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ, વર્ષ 2002 માં તેઓ ડલમઉથી જીત્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 2009 માં બસપામાંથી પેટાચૂંટણી લડી હતી પરંતુ, તેઓ હારી ગયા હતા. વર્ષ 2009 માં લોકસભા ચૂંટણીમાં આરપીએન સિંહે જીત મેળવી ત્યારબાદ તેમણે ખાલી પડેલ પડરૌના વિધાનસભા સીટ પરથી બસપા તરફથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. વર્ષ 2012 માં બસપા તરફથી પડરૌના વિધાનસભા ચૂંટણી લડી હતી અને અને વિપક્ષ નેતા બન્યા હતા. વર્ષ 2017 માં તેઓ બસપા છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને વર્ષ 2017 માં ભાજપ તરફથી પડરૌનાથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.
First published:

Tags: Assembly elections 2022, Elections 2022, UP Assembly Elections

આગામી સમાચાર