Home /News /national-international /ADR Report: ભાજપ પાસે છે સૌથી વધુ સંપત્તિ, કોંગ્રેસ કરતા BSP વધુ માલામાલ

ADR Report: ભાજપ પાસે છે સૌથી વધુ સંપત્તિ, કોંગ્રેસ કરતા BSP વધુ માલામાલ

ADRના રિપોર્ટમાં તમામ રાજકીય પક્ષોના ભંડોળની માહિતી

UP Assembly Elections: ADRના રિપોર્ટ અનુસાર BJP પાસે સૌથી વધુ સંપત્તિ છે. ભાજપે 4,847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (UP Election 2022) માટે ચાલી રહેલા ધમાસાણ વચ્ચે ચૂંટણી વિશ્લેષણ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (Association for Democratic Reforms) એટલે કે (ADR Report)એ એક રિપોર્ટ આપ્યો છે, જેમાં તમામ રાજકીય પક્ષોના ભંડોળની માહિતી આપવામાં આવી છે. ADRના રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે સૌથી વધુ સંપત્તિ છે. ભાજપે 4,847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. આ પછી માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)એ 698.33 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 588.16 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે 2019-20માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની સંપત્તિ અને દેણદારીના તેના વિશ્લેષણના આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે.

ભાજપ પાસે સૌથી વધુ સંપત્તિ

ચૂંટણી સુધારણાની ભલામણ કરતી સંસ્થા એડીઆરના વિશ્લેષણ મુજબ, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ અનુક્રમે રૂ. 6,988.57 કરોડ અને રૂ. 2,129.38 કરોડ હતી. એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપ (રૂ. 4847.78 કરોડ, જે તમામ સંપત્તિના 69.37 ટકા છે), બસપા (રૂ. 698.33 કરોડ અથવા 9.99 ટકા) અને કોંગ્રેસ (588.16 કરોડ અથવા 8.42 ટકા) દ્વારા જાહેર કરવામાં આવી હતી.

ત્યાં જ 44 પ્રાદેશિક પક્ષોમાંથી ટોચના 10 પક્ષોની સંપત્તિ 2028.715 કરોડ રૂપિયા હતી અથવા એવું પણ કહી શકાય કે તે તમામ દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિના 95.27 ટકા હતી. નાણાકીય વર્ષ 2019-20માં સમાજવાદી પાર્ટીએ પ્રાદેશિક પક્ષો વચ્ચે મહત્તમ સંપત્તિ રૂ. 563.47 કરોડ (26.46 ટકા) જાહેર કરી હતી. ત્યારબાદ TRSએ રૂ. 301.47 કરોડ અને AIADMK રૂ. 267.61 કરોડની ઘોષણા કરી છે.

નાણાકિય વર્ષ 2019-20માં ક્ષેત્રિણ દળો દ્વારા ઘોષિત કુલ સંપત્તિમા ફિક્સ્ડ ડિપોઝિટ/એફડીઆરના રૂપમાં1,639.51 કરોડ રૂપિયા (76.99 ટકા) દર્શાવે છે. BJP અને BSPએ નાણાકીય વર્ષ માટે રૂ.3,253.00 કરોડ અને 618.86 કરોડ રૂપિાની જાહેરાત કરી હતી. જ્યારે કોંગ્રેસે એફડીઆર/ફિક્સ્ડ ડિપોઝિટ કેટેગરી હેઠળ રૂપિયા 240.90 કરોડની જાહેરાત કરી હતી. બીજી બાજુ પ્રાદેશિક પક્ષોમાં એસપી (રૂ. 434.219 કરોડ), TRS (રૂ. 256.01 કરોડ), AIADMK (રૂ. 246.90 કરોડ), DMK (રૂ.162.425 કરોડ), શિવસેના (રૂ.148.46 કરોડ), BJD (રૂ.148.46 કરોડ) જેવા રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2019-20 માટે સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ દેણદારી રૂ. 134.93 કરોડ છે.

રાજકિય પક્ષોના માથે દેવું

રિપોર્ટનું માનીએ તો રાષ્ટ્રીય રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20માં કુલ 74.27 કરોડ રૂપિયાની દેણદારી જાહેર કરી છે. રાષ્ટ્રીય પક્ષોએ ઉધાર હેઠળ રૂ. 4.26 કરોડ અને અન્ય ઉધાર હેઠળ રૂ. 70.01 કરોડની જાહેરાત કરી હતી અને કોંગ્રેસે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 49.55 કરોડ (66.72 ટકા)ની સૌથી વધુ કુલ ઉધાર જાહેર કર્યું હતું. તે પછી AITCએ 11.32 કરોડ રૂપિયા (15.24 ટકા)ની જાહેરાત કરી. પ્રાદેશિક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20માં કુલ રૂ. 60.66 કરોડની દેણદારી જાહેર કરી છે. પ્રાદેશિક પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20માં ઉધાર હેઠળ રૂ. 30.29 કરોડ અને અન્ય દેવદારીઓ અને TDP હેઠળ રૂ. 30.37 કરોડ જાહેર કર્યા હતા. વિશ્લેષણમાં જણાવાયું છે કે ડીએમકેએ રૂ. 8.05 કરોડ (13.27 ટકા) જાહેર કર્યા પછી રૂ. 30.342 કરોડ (50.02 ટકા)ની સૌથી વધુ કુલ દેવુજાહેર કર્યું છે.
First published:

Tags: ADR, BJP Congress, UP Elections 2022