UP Assembly Election: PM Modi આજે ભાજપના વારાણસીના કાર્યકરો સાથે કરશે વાતચીત
UP Assembly Election: PM Modi આજે ભાજપના વારાણસીના કાર્યકરો સાથે કરશે વાતચીત
PM Modi આજે ભાજપના વારાણસીના કાર્યકરો સાથે કરશે વાતચીત
UP Assembly Election: ભાજપ (BJP) રાજ્ય (Uttar Pradesh)માં સતત બીજી ટર્મ માટે પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. સમાજવાદી પાર્ટી(Samajwadi party), બસપા(BSP) અને કોંગ્રેસ (Congress) જેવા અન્ય પક્ષો પણ સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સપાએ રાજ્યમાં જયંત ચૌધરીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકદળ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
વારાણસી . ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election)ની તૈયારીઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે વારાણસીમાં ભાજપ (BJP)ના કાર્યકરો સાથે વાતચીત કરશે. નોંધપાત્ર બાબત એ છે કે, કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કેસો વચ્ચે ભારતીય ચૂંટણી પંચ (ECI)એ રેલી, રોડ શો પર પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે પક્ષના કાર્યકરો સાથે વડા પ્રધાનનો કાર્યક્રમ વર્ચુઅલી યોજાશે.
પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર આ કાર્યક્રમ 18 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે શરૂ થશે. ચૂંટણી પંચે પ્રતિબંધો લાદ્યા બાદ પીએમ મોદીની કાર્યકરો સાથેની આ પ્રથમ વાતચીત હશે. મીડિયા રિપોર્ટ અનુસાર ચર્ચા દરમિયાન પીએમ મોદી કાર્યકર્તાઓને પાર્ટી દ્વારા લાગુ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને જાણકારી આપવા નિર્દેશ આપી શકે છે.
યુપીમાં શું છે રાજકીય સ્થિતિ
ભાજપ રાજ્યમાં સતત બીજી ટર્મ માટે પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ જેવા અન્ય પક્ષો પણ સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સપાએ રાજ્યમાં જયંત ચૌધરીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકદળ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જોકે કોંગ્રેસ અને બસપા એકલા મેદાનમાં જોવા મળશે.
પાછલા થોડા સમયમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ સતત યુપીની મુલાકાતે આવી રહ્યા છે. બંને નેતાઓએ રાજ્યમાં અનેક રેલીઓ અને જાહેર સભાઓમાં ભાગ લીધો હતો.
ગયા અઠવાડિયે જ શાહે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા અને અપના દળ અને નિશાદ પાર્ટી જેવા પક્ષો સાથે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે ભાજપ કોર કમિટીની બેઠક યોજી હતી. ભાજપે પ્રથમ તબક્કામાં 58માંથી 57 અને બીજા તબક્કામાં 55માં 48 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ ગોરખપુર બેઠક પરથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ શાહ 23 જાન્યુઆરીથી ફરી ચૂંટણી પ્રચાર શરૂ કરે તેવી શક્યતા છે. 403 વિધાનસભા બેઠકો સાથે 7 તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ મતગણતરી 10 માર્ચે થશે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર