Home /News /national-international /

UP Election: પીએમ મોદીએ કહ્યું- વોટ બેંકની રાજનીતિએ વિપક્ષને બનાવ્યો બંધક, BJP ‘પિતા એન્ડ સન્સ’ વાળી પાર્ટી નથી

UP Election: પીએમ મોદીએ કહ્યું- વોટ બેંકની રાજનીતિએ વિપક્ષને બનાવ્યો બંધક, BJP ‘પિતા એન્ડ સન્સ’ વાળી પાર્ટી નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેઠીમાં રેલીને સંબોધિત કરી

PM Narendra Modi Rally - . મા ગંગાએ મારા પર જે પ્રકારે સ્નેહ વર્ષા કરી છે, તમે લોકોએ મને પ્રેમ આપ્યો છે, તેનાથી મોટું જીવનમાં કોઇ સૌભાગ્ય નથી. સાથે કહ્યું કે તમારો આ સ્નેહ, આ આશીર્વાદ મારા જીવનની સૌથી મોટી પુંજી છે - પીએમ મોદી

    અમેઠી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)યૂપી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election 2022) પ્રચાર દરમિયાન અમેઠીમાં વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ (PM Modi)કહ્યું કે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ચાર તબક્કા (UP Election)પુરા થઇ ગયા છે અને ચારેય તબક્કામાં લોકોએ એકજુટ બનીને બીજેપીને પોતાના આશીર્વાદ આપ્યા છે. જે ઘોર પરિવારવાદી વિચારી રહ્યા છે કે યૂપીના લોકો વહેંચાઇ જશે, વિખેરાઇ જશે, દેશહિતને ભૂલી જશે તે બધાના બધા ગણિત અવળા પડી ગયા છે.

    આ સાથે પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદી લોકો સત્તામાં એટલા માટે આવવા માંગે છે જેથી પોતાની અને પોતાના પરિવારની તાકાત વધારી શકે અને રાજા-મહારાજાની જેમ તમારી પર રાજ કરી શકે. અમારે કોઇ તાકાત માટે સત્તા જોઈતી નથી. અમારી તાકાત કોઇ બાહુબલી કે માફીયા નથી, અમારી તાકાત ઉત્તર પ્રદેશની જનતા છે.

    તમારો આ સ્નેહ મારા માટે મોટી પૂંજી - પીએમ મોદી

    પ્રધાનમંત્રીએ કહ્યું કે ચૂંટણીમાં આવ્યા પછી જે રીતે યૂપીએ મને પોતાનો બનાવી લીધો છે. મા ગંગાએ મારા પર જે પ્રકારે સ્નેહ વર્ષા કરી છે, તમે લોકોએ મને પ્રેમ આપ્યો છે, તેનાથી મોટું જીવનમાં કોઇ સૌભાગ્ય નથી. સાથે કહ્યું કે તમારો આ સ્નેહ, આ આશીર્વાદ મારા જીવનની સૌથી મોટી પુંજી છે. પીએમે કહ્યું કે આ પરિવારવાદ સરકારમાં હોત તો બધા લાઇન તોડીને સૌથી પહેલા વેક્સીન લગાવી લેતે. મેં પણ વેક્સીન ત્યારે લગાવી છે જ્યારે નિયમથી મારો નંબર આવ્યો. મારી માતા 100 વર્ષના છે અને તેમણે પણ લાઇન તોડી નથી. જ્યારે તેમનો નંબર આવ્યો ત્યારે જ મારી માતાએ વેક્સીન લગાવી હતી.

    આ પણ વાંચો - PM Narendra Modi Rally: રશિયા-યૂક્રેન સંકટ પર દુનિયાની નજર, પીએમ મોદીએ કેમ કહ્યું- ભારતનું તાકાતવર હોવું જરૂરી

    અમદાવાદ સિરીયલ બ્લાસ્ટના સહારે વિપક્ષ પર પ્રહાર

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આ નેતાઓએ વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ વધાર્યું છે, તેને ખાતર-પાણી આપ્યું. આજે વોટ બેંક અને તૃષ્ટિકરણની આ રાજનીતિએ આ નેતાઓને પોતાના બંધક બનાવ્યા છે. હવે વોટ બેંકની રાજનીતિ આ દળોની મજબૂરી બની ગઈ છે. સાથે કહ્યું કે 56 નિર્દોષ લોકોને બોમ્બ બ્લાસ્ટમાં મારનાર 38 આતંકવાદીઓને ગુજરાતની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. જોકે વોટ બેંકના ડરથી આ પાર્ટીઓએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરવાની હિંમત પણ દેખાડી નથી. તેમના મો પર તાળા વાગી ગયા છે.

    કોંગ્રેસના બહાને પરિવારવાદીઓને ઘેર્યા

    પીએમ મોદીએ અમેઠીમાં કહ્યું કે યૂપીમાં ઘોર પરિવારવાદીઓએ કોંગ્રેસ કલ્ચરને પોતાનામાં જ ઉતારી લીધું છે અને તે જ રંગમાં રંગાઇ ગયા છે. છેલ્લા ઘણા દશકોથી કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી, એક જ પરિવારની બંધક બનાયેલી છે. આઝાદી પછી કોંગ્રેસમાં પરેશાની આવવાની શરૂ ત્યારે થઇ જ્યારે એક પરિવારે પાર્ટી પર કબજો કરવાનો શરુ કરી દીધો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, Elections 2022, UP Elections 2022, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन