વારાણસી : ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election 2022) અંતિમ અને સાતમાં તબક્કા માટે ભાજપા અને સપા સહિત બધા દળોએ પોતાની પુરી તાકાત લગાવી દીધી છે. આજનો દિવસ કાશી (Varanasi)માટે ઘણો ખાસ રહ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi roadshow)કાશીમાં રોડ શો કર્યો હતો. પીએમના ((PM Narendra Modi)સંસદીય ક્ષેત્રમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હુંકાર ભરી હતી. અખિલેશ યાદવે પણ રોડ શો કરીને પોતાના પક્ષમાં માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ગ્રાન્ડ ફિનાલે વારાણસીમાં થઇ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બાબા વિશ્વનાથના દર્શન કરવાની સાથે કાશીમાં પ્રચાર કર્યો હતો. જ્યારે પીએમ મોદીએ સાંજે પોતાના સંસદીય ક્ષેત્રમાં રોડ શો કરીને દમ બતાવ્યો હતો. જેમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. પીએમ મોદીનો આ રોડ શો માલદહિયા ચોકથી શરુ થઇને કબીર ચોરા, લોહટિયા, મેદાગિન, નીચીબાગ ચોક, બાબા વિશ્વનાથ ધામ, સોનારપુરા અને અસ્સી ઘાટ થઇને બીએચયુ ગેટ પર ખતમ થયો હતો. પીએમ મોદીનો આ રોડ શો લગભગ 3.1 કિલોમીટર લાંબો હતો.
યૂપીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં 2 દિવસ સુધી રહેશે. શુક્રવારે પીએમ મિર્ઝાપુરમાં પ્રચાર પછી કાશીમાં રોડ શો દ્વારા પોતાના ગઢને બચાવવા હુંકાર ભરી હતી. આ દરમિયાન તેમનો રોડ શો વારાણસીના કેન્ટ, ઉત્તર અને દક્ષિણ વિધાનસભા થઇને પસાર થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 માર્ચે પણ વારાણસીમાં રહેશે. આ દરમિયાન ખજૂરીમાં એક રેલી કરશે. જેમાં વારાણસીના બધા વિધાનસભા ક્ષેત્રોની ગ્રામણી જનતા સામેલ થશે.
પીએમ મોદીએ પોતાના રોડ શો દરમિયાન બાબા વિશ્વનાથમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે પૂજારીઓ સાથે વાતચીત પણ કરી હતી. પીએમે કાશી વિશ્વનાથ મંદિરની બહાર ડમરુ પણ વગાડ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 6 તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. સાતમાં તબક્કામાં પ્રદેશના 9 જિલ્લાની 54 સીટો પર વોટિંગ થશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર