લખનઉ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election 2022) ત્રીજા તબક્કા માટે આજે, રવિવારે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર વોટિંગ (Phase 3 Voting On Feb 20)થશે. આ દરમિયાન યૂપીના ત્રણ ક્ષેત્રો પશ્ચિમી યૂપી, અવધ અને બુંદેલખંડમાં મતદાન થશે. જેમાં પશ્ચિમી યૂપીના ફિરોઝાબાદ, એટા, મૈનપુરી, કાસગંજ અને હાથરસની 19 સીટો સિવાય અવધ ક્ષેત્રના કાનપુર, કાનપુર દેહાત, ઓરૈયા, ફર્રુખાબાદ કન્નોજ અને ઇટાવાની 27, જ્યારે બુંદેલખંડના ઝાંસી, જાલૌન, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાની 13 વિધાનસભા સીટ સામેલ છે.
યૂપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાના મતે આ તબક્કામાં 16 જિલ્લાની 59 સીટો પર મતદાન થશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ તબક્કામાં 627 ઉમેદવારોનું નસીબ ઇવીએમમાં કેદ થઇ જશે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધનને અહીંની 59 માંથી 49 સીટો પર જીત મળી હતી. સમાજવાદી પાર્ટીના ભાગમાં 8 સીટો આવી હતી. જ્યારે કોંગ્રેસ અને બીએસપીને 1-1 સીટો મળી હતી. આ તબક્કામાં 16 જિલ્લામાંથી 9 જિલ્લા યાદવ બહુમતી વાળા છે. જેથી તેને યાદવલેન્ડ પણ કહેવામાં આવે છે. જેમાં ફિરોઝાબાદ, મૈનપુરી, ઇટાવા અને એટા જેવા જિલ્લા સામેલ છે. જોકે 2017માં યાદવ બહુમતવાળી સીટોમાંથી સમાજવાદીને ફક્ત 6 સીટો જ મળી હતી.
ત્રીજા ચરણમાં કોણ-કોણ છે મોટા નેતા
યૂપી ચૂંટણીના ત્રીજા તબક્કામાં સૌથી મોટું નામ યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું (Akhilesh Yadav)છે. તે કરહલ વિધાનસભા સીટથી ઉમેદવાર છે. જે યાદવ બાહુલ્ય સીટ છે. કેન્દ્રીય મંત્રી અને આગ્રાથી સાંસદ એસપી સિંહ બધેલ (SP Singh Baghel)પણ મેદાનમાં છે. ભાજપાએ તેમને અખિલેશ યાદવ સામે કરહલ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. આ કારણે આ સીટ વીઆઈપી બની ગઈ છે.
અખિલે યાદવના ચાચા શિવપાલ સિંહ યાદવ (Shivpal Singh Yadav) ઇટાવાની જસવંતનગર સીટથી છઠ્ઠી વખત ચૂંટણી લડી રહ્યા છે. તે સતત પાંચ વખત આ સીટથી ધારાસભ્ય રહ્યા છે. આ સીટ પણ યાદવ બાહુલ્ય છે. જ્યાં એક લાખ 40 હજાર યાદવ મતદાતા છે. યોગી કેબિનેટમાં મંત્રી સીતશ મહાના મહરાજપુર સીટથી મેદાનમાં છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર