Home /News /national-international /CM Yogi Interview: સીએમ યોગીએ કહ્યું- યૂપીમાં જાતિવાદને ખતમ કરવો છે, હવે ગરીબ નક્કી કરશે રાજનીતિનો એજન્ડા

CM Yogi Interview: સીએમ યોગીએ કહ્યું- યૂપીમાં જાતિવાદને ખતમ કરવો છે, હવે ગરીબ નક્કી કરશે રાજનીતિનો એજન્ડા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (uttar pradesh)યોગી આદિત્યનાથ

UP Assembly Election 2022 - ભાજપામાં જાતિવાદ અને પરિવારની રાજનીતિ થતી નથી. ભાજપાએ આ કર્યું છે તેથી જનતાનું સમર્થન તેને મળ્યું છે - સીએમ યોગી આદિત્યનાથ

ગોરખપુર : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (uttar pradesh)યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election 2022) અંતિમ અને સાતમાં તબક્કાના મતદાન પહેલા ન્યૂઝ 18 ઇન્ડિયાના સ્ટાર એન્કર અને મેનેજિંગ એડિટર અમિશ દેવગન સાથે ખાસ વાતચીત (CM Yogi Adityanath Interview)કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ યૂપીમાં પરિવારવાદ અને જાતિવાદથી ઉપર ઉઠીને રાજનીતિ કરવાની વાત કહી છે. સીએમ યોગીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi)કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબ અને પાત્ર વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે 2014 પછી યૂપીમાં જે ટ્રેન્ડ ચાલ્યો છે તે પરિવારવાદની રાજનીતિને ખતમ કરવાની છે. જાતિવાદને ખતમ કરવાનો છે. રાજનીતિનો એજન્ડા ગરીબો નક્કી કરશે, યુવાનો નક્કી કરશે, મહિલાઓ નક્કી કરશે અને ખેડૂતો નક્કી કરશે.

ભાજપામાં જાતિવાદ અને પરિવારની રાજનીતિ થતી નથી. ભાજપાએ આ કર્યું છે તેથી જનતાનું સમર્થન તેને મળ્યું છે. યૂપીમાં 80 ટકા સીટો ભાજપા જીતશે. 20 ટકામાં બીજા વહેંચાશે.

સીએમ યોગીને કહ્યું કે જ્યારે અમે સંન્યાસ લઈએ છીએ ત્યારે સેવાને જ પસંદ કરીએ છીએ. મને સાર્વજનિક જીવનમાં આવવા માટે કહેવામાં આવ્યું. ગોરખપુરે સતત ચૂંટણી જીતાડી. સેવાનો આ સંકલ્પ આજે પણ યથાવત્ છે. સંન્યાસીના રુપમાં જે સિમીત ક્ષેત્ર હતું તેને જ આગળ વધાર્યું છે.

આ પણ વાંચો - UP Election: સાતમાં તબક્કાનો પ્રચાર થમ્યો, અમિત શાહનો દાવો- યૂપીમાં ફરી બનશે BJP ની સરકાર

સીએમ યોગીને પૂછવામાં આવેલા બહેનની આર્થિક સ્થિતિના સવાલ પર તેમણે કહ્યું કે આપણે પરિવારવાદની રાજનીતિથી ઉપર ઉઠવું પડશે. મોદી જી આખા દેશના લોકો માટે કાર્ય કરી રહ્યા છે. હું યૂપીના 25 કરોડ લોકો માટે કાર્ય કરું છું. જો હું એક પરિવારમાં હોત તો સીમિત કાર્ય કરોત. એક બહેનના હિત માટે કાર્ય કરત. હવે મને લાખો બહેનો માટે કાર્ય કરવાની તક મળી છે.

સીએમ યોગીએ રામગઢ પ્રાકૃતિક ઝીલ પર શું કહ્યું

સીએમ યોગીએ કહ્યું કે ગોરખપુરની રામગઢ પ્રાકૃતિક ઝીલ છે. આ 1400 એકરમાં ફેલાયેલી છે. ક્યારેક આ ક્ષેત્ર અરાજક તત્વોનું કેન્દ્ર માનવામાં આવતું હતું. અપરાધીઓનું ગઢ હતું. ભાજપાની ડબલ એન્જીન સરકારના કાર્યાનું પરિણામ છે કે આ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહી પરિવાર સાથે લોકો આવે છે. અહીં આવીને લોકો ઝીલનો આનંદ ઉઠાવે છે. આ સેકડો હજારો લોકો માટે આજીવિકાનું કેન્દ્ર પણ છે.
First published:

Tags: Assembly elections 2022, CM Yogi Adityanath, Elections 2022, UP Elections 2022