Home /News /national-international /

UP Assembly Election: હું OBC છોકરી છું, તેથી મને ટિકિટ ન મળી, કોંગ્રેસની પોસ્ટર ગર્લે પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ

UP Assembly Election: હું OBC છોકરી છું, તેથી મને ટિકિટ ન મળી, કોંગ્રેસની પોસ્ટર ગર્લે પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ

પ્રિયંકા મૌર્યએ કહ્યું - 'લડકી હું, લડ શકતી હું' અભિયાન માટે મારા ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો

Assembly Election 2022 -કૉંગ્રેસના 'લડકી હું, લડ શકતી હું' અભિયાનની પોસ્ટર ગર્લ પ્રિયંકા મૌર્યએ પ્રિયંકા ગાંધીના સચિવ સંદિપ સિંહ પર લાંચ માંગવાનો આરોપ પ ણ લગાવ્યો

લખનઉ : યુપીમાં વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) ના જંગને લઇને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ (Congress Party)નો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે અને પક્ષના જ નેતાઓ ટિકીટ વિતરણ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ પ્રિયંકા મૌર્ય (Priyanka Maurya)એ પાર્ટીના લોકો પર ટિકિટ માટે લાંચ માંગવા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.

તેમણે કહ્યું કે પછાત વર્ગ (OBC)ના હોવાને કારણે તેમને ટિકિટ આપવામાં આવી નથી. કોંગ્રેસે ગુરુવારે જ વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી (Congress Candidates)જાહેર કરી છે. પાર્ટીએ 50 મહિલા ઉમેદવારોને તક આપી છે. પ્રિયંકા મૌર્ય કૉંગ્રેસના 'લડકી હું, લડ શકતી હું' અભિયાનની પોસ્ટર ગર્લ પણ રહી ચૂક્યા છે. મૌર્યએ શુક્રવારે સોશિયલ મીડિયા અને ઈન્ટરવ્યુ દ્વારા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Wadra)ને નિશાન બનાવ્યા હતા.

ટિકિટ ન મળતા ઠાલવી હૈયાવરાળ

તેણે કહ્યું, 'હું દુ:ખી છું કારણ કે વિસ્તારમાં મારી મહેનત પછી પણ મને યુપી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળી નથી. 'લડકી હું, લડ શકતી હું' અભિયાન માટે મારા ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને કોલ આવ્યો અને ફોન કરનારે મારી ટિકિટ માટે પૈસાની માંગણી કરી, પરંતુ મેં ના પાડી. મેં તમામ કામ પૂર્ણ કર્યા, પરંતુ નોમિનેશન અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું અને તે વ્યક્તિને આપવામાં આવ્યું હતું જે માત્ર એક મહિના પહેલા જ પક્ષમાં જોડાયા હતા. હું કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને આ સંદેશ આપવા માંગુ છું, કે આ બધું જમીન પર થઈ રહ્યું છે.

આ પણ વાંચો - UP Chunav BJP Candidate List: BJP એ જાહેર કરી પ્રથમ યાદી, સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી નહીં આ શહેરથી લડશે ચૂંટણી

સંદિપ સિંહ પર લાંચનો આરોપ

મૌર્યએ પ્રિયંકા ગાંધીના સચિવ સંદિપ સિંહ પર લાંચ માંગવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, “તેઓએ (કોંગ્રેસ) મારા ચહેરા, મારા નામ અને મારા 10 લાખ સોશિયલ મીડિયા ફોલોઅર્સનો પ્રચાર માટે ઉપયોગ કર્યો છે. પરંતુ જ્યારે આગામી ચૂંટણીમાં ટિકિટની વાત આવી ત્યારે તે અન્ય કોઈને આપવામાં આવી હતી. આ અન્યાય છે. આ બધું પૂર્વનિર્ધારિત હતું. મને ટિકિટ ન મળી કારણ કે હું ઓબીસી મહિલા છું અને પ્રિયંકા ગાંધીના સચિવ સંદિપ સિંહને લાંચ આપી ન શકી.”

લખનઉથી લડવા માંગતી હતી ચૂંટણી

મૌર્ય લખનૌની સરોજિની નગર બેઠક પરથી ચૂંટણી લડવા માંગતી હતી. જ્યારે પાર્ટીએ આ સીટ પર રૂદ્ર દમન સિંહને તક આપી હતી. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં, તેણે કહ્યું કે તેણે એવું વિચારીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો કે તે લોકોને મદદ કરી શકશે અને વસ્તુઓ બદલી શકશે. તે કહે છે, 'હું એક ડૉક્ટર છું, મેં સામાજિક કાર્ય કર્યું છે. બધા કહેતા હતા કે મને ટિકિટ મળી જશે. પાર્ટીએ કહ્યું કે નિરીક્ષકોના રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે. નિરીક્ષકોએ મારા નામની ભલામણ કરી હતી, પરંતુ મને ટિકિટ ન મળી.

સામૂહિક દુષ્કર્મ પીડિતાની માતાને આપી ટિકિટ

પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ 2017ની ગેંગ રેપ પીડિતાની માતાને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. પાર્ટીએ કાર્યકર્તા સદફ ઝફરને પણ ટિકિટ આપી છે. ગાંધીએ કહ્યું, “ઉન્નાવથી અમારા ઉમેદવાર ગેંગરેપ પીડિતાની માતા છે. અમે તેમને સંઘર્ષ ચાલુ રાખવાનો મોકો આપ્યો છે. જે બળે તેને દબાવ્યો અને તેના પરિવારને બરબાદ કર્યો, તે શક્તિ હવે તેની પાસે હોવી જોઈએ.”
First published:

Tags: Assembly elections 2022, Congress ‬, Elections 2022

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन