Home /News /national-international /UP Assembly 2022 Result : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ બાદ CM યોગીનો રણટંકાર

UP Assembly 2022 Result : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ બાદ CM યોગીનો રણટંકાર

સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath)ગોરખપુર વિધાનસભા સીટ પર જોરદાર જીત (UP Assembly 2022 Result)મેળવી

UP Election 2022 Result : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ જાહેર થતાં ભાજપના વિજય બાદ ઉત્તર પ્રદેશ સીએમ યોગીએ કહ્યું કે યૂપી દેશનું સૌથી મોટું રાજ્ય છે. જેથી યૂપી પર આશા દેશ અને દુનિયાની નજર હતી.

    લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના 2022ના (UP assembly election 2022) પરિણામ અત્યાર સુધી એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે યૂપીમાં યોગી સરકારની સત્તા યથાવત્ રહેશે. સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath)ગોરખપુર વિધાનસભા સીટ પર જોરદાર જીત (UP Assembly 2022 Result)મેળવી છે. તેમણે પોતાના હરીફને 1 લાખથી વધારે વોટથી હરાવ્યા છે. ખાસ વાત એ છે કે સીએમ યોગી આદિત્યનાથે દેશના સૌથી મોટા રાજ્યમાં ઇતિહાસ રચી દીધો છે. પ્રચંડ જીત પછી લોકોને સંબોધિત કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 2024ના પરિણામ પર આવા જ રહેશે.

    સીએમ યોગીએ પીએમ મોદીનો આભાર માન્યો

    સીએમ યોગીએ લોકોને સંબોધિત કરતા પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી જી ના યશસ્વી નેતૃત્વમાં આજે આખા દેશની અંદર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતની સરકાર બનવા જઈ રહી છે.

    આ ચાર રાજ્યોમાં પ્રધાનમંત્રી મોદી જી ના વિકાસ અને સુશાસનનો જનતાએ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી જી, રાષ્ટ્રીય અધ્યક્ષ, ગૃહમંત્રી અને રક્ષા મંત્રીનો દિલથી અભિનંદન કરું છું. જેમના નેતૃત્વમાં ચાર રાજ્યોમાં પોતાની સરકાર પાછી લાવવામાં સફળ રહી છે.

    આ પણ વાંચો - પંજાબમાં આપની લહેર, નવજોત સિંહ સિદ્ધુ, પ્રકાશસિંહ બાદલ, ચરણજીત સિંહ ચન્ની જેવા દિગ્ગજો હાર્યા

    યૂપી પર આખા દેશની નજર

    સીએમ યોગીએ કહ્યું કે યૂપી દેશનું સૌથી મોટું રાજ્ય છે. જેથી યૂપી પર આશા દેશ અને દુનિયાની નજર હતી. આજે ભાજપા અને સહયોગી પાર્ટીએ યૂપીમાં પ્રચંડ બહુમત મેળવ્યો છે. પ્રથમ વખત સાત તબક્કામાં થયેલી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ તરીકે સંપન્ન થઇ છે. પરિણામથી યૂપીની જનતાએ બધા જ ભ્રામક પ્રચાર ખતમ કરવાનું કામ કર્યું છે.

    હું તમને બધાને આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. ચૂંટણી પંચ, પોલીસ અને પ્રશાસનનો પણ ધન્યવાદ, જેમણે કોરોના જેવી મહામારી છતા શાંતિપૂર્ણ રીતે લોકતંત્રના આ મહાપર્વને પુરુ કરવામાં યોગદાન આપ્યું છે. મહિલાએ જે રીતે આગળ આવીને વોટિંગ કર્યું છે તેની પણ સીએમ યોગી આદિત્યનાથે પ્રશંસા કરી હતી.

    આ પણ વાંચો - ઉત્તરાખંડમાં પુષ્કર ધામી, સતપાલ મહારાજ હાર્યા, મોટો સવાલ હવે કોણ બનશે સીએમ?
    " isDesktop="true" id="1187633" >

    સીએમ યોગીએ આ પછી યૂપીમાં કરેલા પોતાના કાર્યો વિશે વિસ્તારથી જણાવ્યું હતું. આ જીત પછી આત્મવિશ્વાસથી ભરેલા યોગી આદિત્યનાથે વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. તેમણે જનતા જનાર્દનનું અભિવાદન કરતા યાદ અપાવ્યું કે બીજેપી 2024માં આ પ્રકારની જીત દેશમાં મેળવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election 2022, Assembly Election Results, CM Yogi Adityanath, Election Results 2022

    विज्ञापन
    विज्ञापन