પ્રિયંકા અને સલામતના નિકાહ પર HCનો આદેશ- કોર્ટ બંનેને હિન્દુ અને મુસલમાન તરીકે નથી જોતી

પ્રિયંકા અને સલામતના નિકાહ પર HCનો આદેશ- કોર્ટ બંનેને હિન્દુ અને મુસલમાન તરીકે નથી જોતી
અલાહાબાદ હાઈકોર્ટનો ચૂકાદો.

હાઈકોર્ટે કહ્યું કે, કાયદો બે વયસ્ક વ્યક્તિને સાથે રહેવાની મંજૂરી આપે છે. પછી તે સમાન કે પછી વિપરિત લિંગના પણ કેમ ન હોય.

  • Share this:
    સર્વેશ દુબે, પ્રયાગરાજ: દેશમાં લવ-જેહાદ (Love Jihad) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે અલાહાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) પ્રેમ લગ્નનના એક કેસમાં મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે બંને યુવાનોને પોતાના મનગમતા જીવન સાથીની પસંદગી કરવાનો અધિકાર છે. હાઈકોર્ટે કહ્યું કે, કાયદો બે વયસ્ક વ્યક્તિને સાથે રહેવાની મંજૂરી આપે છે. પછી તે સમાન કે પછી વિપરિત લિંગના પણ કેમ ન હોય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેમના શાંતિપૂર્ણ જીવનમાં કોઈ વ્યક્તિ કે પરિવાર દખલ ન કરી શકે. ત્યાં સુધી કે રાજ્ય પણ બે વયસ્ક લોકોનાં સંબંધને લઈને વાંધો ન ઉઠાવી શકે.

    કુશીનગરના સલામત અંસારી અને અન્ય ત્રણ લોકોની અરજી પર નિર્ણય



    હકીકતમાં કુશીનગરના વિષ્ણુપુરા પોલીસ મથક વિસ્તારમાં રહેતા સલામત અંસારી અને ત્રણ અન્ય વ્યક્તિઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. આરોપ છે કે સલામત અને પ્રિયંકા ખરવારે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. બંનેએ મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે 19 ઓગસ્ટ, 2019ના રોજ લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ પ્રિયંકા ખરવાર આલિયા બની ગઈ હતી. આ મામલે પ્રિયંકાના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે દીકરીના અપહરણ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ આપી હતી.

    આ પણ વાંચો: COVID Vaccine: કેન્દ્રએ રાજ્ય સરકારોને રસીની આડઅસર અંગે તૈયારી કરવાની આપી સૂચના

    એફઆઈઆર રદ, પોક્સોની કલમ પણ હટી

    સલામત તેમજ અન્ય ત્રણ લોકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એફઆઈઆર રદ કરવાની તેમજ સુરક્ષા પૂરી પાડવાની માંગણી કરી હતી. કોર્ટને માલુમ પડ્યું કે પ્રિયંકા ઉર્ફે આલિયાની ઉંમરને લઈને કોઈ વિવાદ નથી. આલિયાની ઉંમર 21 વર્ષ છે. આથી કોર્ટે આલિયાને તેના પતિ સાથે રહેવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યુ કે આ કેસમાં પોક્સો પણ લાગૂ નથી થતો. સાથે સાથે કોર્ટે એફઆઈઆર પણ રદ કરવાનો આદેશ કર્યો હતો.

    આ પણ વાંચો: રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો, જૂનાગઢ અને કચ્છમાં બે-બે લોકોનાં મોત

    હાઈકોર્ટે પિતાના તેની પુત્રીને મળવાના અધિકાર અંગે કહ્યું કે, તેનો આધાર દીકરી પ્રિયંકા પર છે કે તેણી કોને મળવા માંગે છે. સાથે જ હાઇકોર્ટે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે પ્રિયંકા તેના પરિવાર સાથે શિષ્ટાચાર અને સન્માનપૂર્વક વર્તન કરશે. પ્રિયંકાના પિતાએ કહ્યું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા પર પ્રતિબંધ છે. આવા લગ્ન કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી ત્યારે કોર્ટે કહ્યું કે, વ્યક્તિની પસંદગીનો તિરસ્કાર, પસંદગીની સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ છે. કોર્ટે કહ્યુ કે, પ્રિયંકા ખરવાર અને સલામતને કોર્ટ હિન્દુ અને મુસલમાન તરીકે નથી જોતી.

    આ પણ જુઓ-

    કોર્ટે કહ્યુ કે, બંધારણની કલમ-21 પોતાની મરજી અને ઇચ્છાથી કોઈ પણ વ્યક્તિ સાથે શાંતિથી રહેવાનો સ્વતંત્રતા આપે છે. જેમાં હસ્તક્ષેપ ન કરી શકાય. જસ્ટિસ પંકજ નકવી અને જસ્ટિસ વિવેક અગ્રવાલની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:November 24, 2020, 12:49 pm

    ટૉપ ન્યૂઝ