પ્રેમનું પંચનામું! અટકાયત બાદ જામીન, અંતે પોલીસ સ્ટેશનમાં જ વરમાળા

પોલીસ સ્ટેશનમાં નવીન-રીનાએ એકબીજાને વરમાળા પહેરાવી.

અનેકવાર લગ્ન ટાળતાં ફરિયાદ બાદ યુવકની થઈ અટકાયત, પોલીસ સ્ટેશનમાં સર્જાયો અજબ માહોલ

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : સોમવારે એક વિવાહ આવા પણ જોવા મળ્યા. મેરઠના ટીપીનગરના પોલીસ સ્ટેશનનો માહોલ અજબ હતો. યુવકને કસ્ટડીમાં બંધ કરાવીને આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા હતા અને પછી અચાનક શુભેચ્છાઓ આપવાની શરૂઆત થઈ ગઈ. મામલા પરથી તે સમયે પડદો ઊંચકાયો જ્યારે પોલીસ સ્ટેશનમાં જ તે યુવકની એક યુવતી સાથે વરમાળા કરાવવામાં આવી.

    યુવક-યુવતીના પરિવાર અને પોલીસકર્મીઓ આ ક્ષણના સાક્ષી બન્યા. પોલીસના જણાવ્યા મુજબ ટીપીનગર પોલીસ સ્ટેશન હદના મોહકમપરુ નિવાસી 24 વર્ષીય નવીને પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લેટ બનાવવાનું કામ કરે છે. 20 વર્ષીય રીના અને નવીન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પરિજનોને ખબર પડી તો તેઓ વિરોધમાં આવી ગયા. પરંતુ બાદમાં બંનેના લગ્ન માટે મંજૂરી આપી દીધી.

    લગ્નની તારીખ આગળ ધકેલી રહ્યો હતો યુવક

    દૈનિક જાગરણના અહેવાલ મુજબ, નવીન અને રીનાના લગ્નની તારીખે અનેકવાર નક્કી કરવામાં આવી, પરંતુ નવીન વારંવાર તેને ટાળી રહ્યો હતો. તેને લઈને બંને પરિજનો પણ પરેશાન થઈ ગયા હતા. આ વાતને લઇને અનેકવાર ઉગ્ર બોલાચાલી પણ થઈ, પરંતુ નવીન વિશ્વાસ અપાવતો રહ્યો કે તે લગ્નથી રીના સાથે જ કરશે.

    આ પણ વાંચો, પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન બાદ ઘરે રહેતી દીકરીની માતાએ કરી હત્યા

    યુવતીના ભાઈની ફરિયાદ પર થઈ અટકાયત

    ટીપીનગર પોલીસ સ્ટેશનના એસએસઆઈ સંજય શર્માએ જણાવ્યું કે યુવતીનો ભાઈ નવી દિલ્હીમાં રહે છે. રવિવાર રાત્રે તે ઘરે પહોંચ્યો તો એક યુવક તેની પાસે આવ્યો. ધમકી આપી કે તે નવીનને હેરાન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે. કન્ટ્રોલ રૂમ પર ફરિયાદ બાદ પોલીસ નવીનની અટકાયત કરીને લઈ ગઈ. ટીપીનગર ઇન્સ્પેક્ટર પ્રમોદ ગૌતમે જણાવ્યું કે યુવક-યુવતીનો પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંનેના પરિજન લગ્ન માટે રાજી હતા. તેમની ઈચ્છાના આધારે પોલીસ સ્ટેશનમાં જ બંને વચ્ચે વરમાળા કરાવવામાં આવી. નવીન એક જૂને જાન જોડીને લગ્ન કરવા જશે.

    યુવતીનો પરિવાર જ જામીન કરાવવા પહોંચ્યો

    માહિતી મળ્યા બાદ નવીન તથા રીના પરિજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને સ્થિતિ વિશે જાણ કરી. બીજી તરફ, નવીન પણ પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ પોલીસની જ હાજરીમાં નક્કી થયું કે આગામી એક જૂનને નવીન જાન જોડીને લગ્ન કરવા જશે. ત્યારબાદ યુવતીના પરિજનની જામીન બાદ પોલીસ સ્ટેશનમાં બંનેની વરમાળા કરાવવામાં આવી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં મિઠાઈ વહેંચીને એક-બીજાને શુભેચ્છા આપવાનું શરૂ થઈ ગયું. ઈન્સ્પેક્ટરે પણ નવદંપતીને આશીર્વાદ આપ્યા અને સ્ટાફમાં પણ મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
    Published by:Mrunal Bhojak
    First published: