અયોધ્યા વિવાદ: શું 6 ડિસેમ્બરની યોજના પહેલા જ તૈયાર હતી?

News18 Gujarati
Updated: December 6, 2018, 2:10 PM IST
અયોધ્યા વિવાદ: શું 6 ડિસેમ્બરની યોજના પહેલા જ તૈયાર હતી?
બાબરી ધ્વંસ (ફાઇલ ફોટો)

રામ મંદિરના નામે યૂપીમાં સત્તામાં આવેલી કલ્યાણસિંહ સરકાર પાસ બેકફૂટ પર જવાનો રસ્તો નહોતો બચ્યો

  • Share this:
અનિલ રાય, ઉત્તરપ્રદેશ:

30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યામાં કારસેવકો પર ફાયરિંગ કરાયા બાદ કારસેવા ભલે સ્થગિત કરી દેવામાં આવી, પરંતુ આંદોલન સાથે જોડાયેલા લોકો હજુ પણ આંદોલન દ્વારા અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે મક્કમ હતા. બિહારમાં અડવાણીની ધરપકડ બાદ ભાજપે જનતા દળ સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું અને ચંદ્રશેખર કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા. ઉત્તર પ્રદેશની મુલાયમ સરકાર પણ કોંગ્રેસના સમર્થનથી બચી ગઈ, પરંતુ આ પ્રયોગ લાંબો ન ચાલ્યો.

દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઈ. રાજીવ ગાંધીની ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યાના કારણે કોંગ્રેસ પ્રતિ ઉપજેલી સહાનુભૂતિના કારણે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખાસ ફાયદો ન થયો, પરંતુ ઉત્તર પ્રદેશમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બની. એવામાં મંદિર નિર્માણની રાહ જોઈ રહેલા લોકોમાં આશાનું નવું કિરણ જાગ્યું અને કારસેવાની નવી તારીખ નક્કી થઈ 6 ડિસેમ્બર 1992.

કારસેવા સમિત‍િના અધ્યક્ષ જગતગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી જણાવે છે કે 6 ડિસેમ્બરની કારસેવા દિલ્હી સરકાર પર માત્ર દબાણ ઊભું કરવા કરવામાં આવી હતી અને તેમની યોજનામાં ક્યારેય પણ નહોતું કે વિવાદિત સ્થળના માળખાને તોડી દેવામાં આવે.

આ પણ વાંચો, અયોધ્યા પર ચુકાદો આપનારા જજ સાહેબના જીવને કોનાથી હતો ખતરો?

કંઈક આવી પ્રકારની એફિડેવીટ સરકારે કોર્ટમાં પણ રજૂ કરી. ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારે એવો જ ભરોસો દિલ્હી સરકારને આપ્યો, પરંતુ 6 ડિસેમ્બરે અપેક્ષાથી વધુ ભીડ એકત્ર થઈ અને કારસેવાની કમાન સંભાળી રહેલા અનેક નેતાઓએ ઈરાદો બદલી દીધો. એવા સમયમાં શાંતિપૂર્ણ કારસેવાનું સમર્થન કરનારાઓની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ કે તે ઈચ્છતા હોવા છતાંય પોતાની વાત ન કહી શક્યા. સરકારી એજન્સીઓએ સરકારને સમયસર અયોધ્યામાં થેયલા આ ફેરફાર વિશે સચેત કરી દીધી હતી. પરંતુ રામ મંદિરના નામે સત્તામાં આવેલા કલ્યાણસિંહની પાસે બેકફૂટ પર જવાનો રસ્તો નહોતો બચ્યો. એવામાં કલ્યાણસિંહે પણ એવું જ કર્યું જે ભીડ ઈચ્છતી હતી અને વિવાદિત માળખું તોડી નાખવામાં આવ્યું.
First published: December 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading