કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રમાં બેઠક, ફ્રાન્સે ભારતના સમર્થનમાં ચીનને મારી લપડાક

પ્રતિકાત્મક તસવીર

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાંબુધવારે ચીનનો ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ, જોકે, તેની આ કોશિષ નાકામ થવાની સંભાવના છે.

 • Share this:
  નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના મુદ્દે બુધવારે સાંજે ન્યૂયૉર્કની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ રૂમમાં વાતચીત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાન્સે ચીનના પ્રસ્તાવનો વિરોધ પણકર્યો છે. સદસ્ય દેશોના પ્રસ્તાવોમાં ચીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિષ કરી છે.સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સના રાજદ્વારીઓએ પેરિસ સ્થિત સરકારને જાણકારી આપી હતી પરંતુ સરકારનું આ મુદ્દે વલણ સ્પષ્ટ છે. ફ્રાન્સ શરૂઆતથી જ આ મુદ્દે ભારતના સમર્થનમાં છે.

  સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સની સ્થિતિ બદલાઈ નથી. ફ્રાન્સે કહ્યું હતું કે આ સ્પષ્ટ સ્થિતિ છે કે કાશ્મીરના મુદ્દાનો દ્વીપક્ષીય રીતે હલ આવે. ફ્રાન્સે અનેક ફોરમમાં સ્પષ્ઠતા કરી છે અને હજુ પણ કરી રહ્યું છે. ફ્રાન્સ ફરી વાર સાથી દેશો સાથે આ સ્થિતિની સ્પષ્ટતા કરશે.

  ચીને પ્રયાસ કર્યો

  બુધવારે ન્યૂયૉર્કમાં યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) ની બંધ બારણે બેઠકમાં ચીને ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ થવાની સંભાવના છે કારણ કે કાઉન્સિલના અન્ય તમામ દેશો તેનો વિરોધ કરે છે.

  આ પણ વાંચો :  36 કેન્દ્રિય મંત્રી જમ્મુ-કાશ્મીર જશે, કલમ 370 હટાવવાના ફાયદા જણાવશે

  ફ્રેન્ચ રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્રાંસએ ફરી એક વખત યુએનએસસીના સભ્ય દેશની આ શક્તિશાળી સંસ્થામાં કાશ્મીર મુદ્દા અગાઉના પ્રસંગે કરેલો તેમ તેનો વિરોધ કરશે. આમ ફ્રાન્સે ભારતના સમર્થનમાં ચીનને લપડાક મારી છે.

  બંધ બારણે બેઠક

  આફ્રિકન દેશોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા સુરક્ષા પરિષદની એક 'બંધ બારણે' બેઠક બોલાવવામાં આવી હતી. ચીને કાશ્મીર મુદ્દા પર 'અન્ય કોઇ કાર્યકારી બિંદુ' હેઠળ ચર્ચા કરવાની વિનંતી કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્રાંસનું વલણ બદલાયું નથી અને તે સ્પષ્ટ છે કે કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉકેલવો જોઇએ. ફ્રાન્સ દ્વારા ઘણા પ્રસંગોએ કહેવામાં આવ્યું છે અને સુરક્ષા પરિષદમાં ભાગીદારો દ્વારા પુનરાવર્તન કરવામાં આવશે.

  આ પણ વાંચો :  રાજકોટ : PSIની બંદૂકની ગોળીએ મરનાર સ્પાનો ધંધાર્થી હતો, બંને મિત્રો હતા

  નોંધપાત્ર વાત એ છે કે, ગયા મહિને ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયાએ યુ.એન.એસ.સી. ની ક્લોઝ ડોર બેઠકમાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
  Published by:Jay Mishra
  First published: