ટ્રાફિક દંડથી બચવા બાઈક ચાલકે કરી હદ પાર, પોલીસકર્મી પર બાઈક ચઢાવી થયો ફરાર

ટ્રાફિક દંડથી બચવા બાઈક ચાલકે કરી હદ પાર, પોલીસકર્મી પર બાઈક ચઢાવી થયો ફરાર
પ્રતિકાત્મક તસવીર

પોલીસના બાઇકને રસ્તાની બાજુમાં રાખવાનો ઈશારો કરતા બાઇક સવારે જવાન પર જ બાઇક ચલાવી દીધું. બાઇક ચાલકે પોલીસ જવાનને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું

  • Share this:
બેદરકારીથી વાહન ચલાવવાના કેસની સંખ્યા છેલ્લા બે દાયકામાં ખૂબ વધી છે. વાહન ચલાવવામાં બેદરકારી અકસ્માત નોંતરે છે. જેથી પોલીસ દ્વારા આવા ચાલકોને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે કયારેક પોલીસ પણ લાપરવાહ વાહન ચાલકોની ઝપટે ચડી જાય છે. આવો એક કેસ હરિયાણામાં નોંધાયો છે.

હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં દંડથી બચવા માટે બાઇક ચાલકે પોલીસ જવાનને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઇજા પહોંચાડી શખ્સ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ બાદમાં પોલીસે તેના બે મિત્રો સાથે બાઇકચાલકને પકડી પાડ્યો હતો.બનાવમાં ઘાયલ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના બાઇકને રસ્તાની બાજુમાં રાખવાનો ઈશારો કરતા બાઇક સવારે જવાન પર જ બાઇક ચલાવી દીધું હતું. જેથી ગંભીર ઇજાઓ પહોંચતા ટ્રાફિક પોલીસ કર્મચારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કેવી રીતે બની આ ઘટના

મળતી વિગતો મુજબ પોલીસ હરિયાણાના સિરસા રોડ પર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય તેમને ચલણ આપી રહી હતી. ત્યારે બાઇક પર બે મિત્રો ત્યાંથી નીકળ્યા હતા. પોલીસને જોતા તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળેથી ભાગવાની ઉતાવળમાં તેઓએ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો અને પોલીસકર્મી પર ચડાવી દીધી હતી.

કુલ કેસના 83 ટકા કેસ બેફામ અને વધુ ઝડપથી વાહન ચલાવવાના કારણે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ દેશમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં અકસ્માતના કુલ કેસમાં 83 ટકા કેસ બેફામ અને વધુ ઝડપથી વાહન ચલાવવાના કારણે નોંધાયા છે. દેશમાં લાપરવાહ ડ્રાઇવિંગ કેસની વધતી સંખ્યા પાછળ ડ્રાઈવિંગ લાઇસન્સ આપવાની પદ્ધતિમાં ખામી કારણભૂત છે. ડ્રાઇવિંગ લાઇસન્સ આપતા પહેલા કડક પરીક્ષણોના અભાવ છે. આ પ્રકારના મોટાભાગના કિસ્સાઓમાં ટુ-વ્હીલર્સ શામેલ હોય છે.
Published by:News18 Gujarati
First published:April 02, 2021, 15:29 IST

ટૉપ ન્યૂઝ