ચેન્નઇમાં પાણી પતી ગયું: અઠવાડિયાથી હજ્જારો રેસ્ટોરન્ટો બંધ; અનેક બેકાર

પ્રતિકાત્મક તસવીર

ચેન્નાઈમાં ઘણી જાણીતી રેસ્ટોરન્ટોએ કામના કલાકો ઘટાડી દીધા છે. રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાની જગ્યાએ ઘરે પાર્સલ લઈ જનારાઓને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

 • Share this:
  ચેન્નઇ: પાણી વગર ભવિષ્ય શું સ્થિતિ થવાની છે તેનો અંદાજ જો જાણવો હોય તો દક્ષિણ ભારતમાં આવેલા ચેન્નઇની મુલાકાત લેવી પડે. ચેન્નઇ હાલ પાણીની ભંયકર તંગીમાંથી પસાર થઇ રહ્યું છે અને છેલ્લા 15 દિવસથી આ શહેરમાં 50,000થી વધુ રેસ્ટોરન્ટો બંધ છે કેમ કે પાણી જ નથી.

  ચેન્નાઈમાં ઘણી જાણીતી રેસ્ટોરન્ટોએ કામના કલાકો ઘટાડી દીધા છે. રેસ્ટોરન્ટોમાં બેસીને જમવાની જગ્યાએ ઘરે પાર્સલ લઈ જનારાઓને મોટુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

  ચેન્નાઈ હોટલ એસોસિએશનના કહેવા પ્રમાણે પાણીની તંગીના કારણે શહેરમાં લગભગ 50000 હોટલો અને રેસ્ટોરન્ટો પંદર દિવસથી બંધ છે અને હજારો લોકો હાલમાં બેરોજગાર છે.

  ચેન્નાઈના આઈટી કોરિડોર તરીકે ઓળખાતા મહાબલીપુરમ રોડ પરની 600 કરતા વધારે આઈટી કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓએ પાણીના અભાવે પોતાના કર્મચારીઓને તાજેતરમાં જ ઘરેથી કામ કરવાના આદેશ આપી દીધા છે.
  ચેન્નાઈમાં પાણી લગભગ ખતમ થઈ ચુક્યુ છે. 90 લાખની વસતી ધરાવતા મહાનગરમાં નળોમાંથી પાણીનુ ટીપુ પણ નથી બહાર આવી રહ્યુ. 12000 લીટર પાણીની ટેન્કરનો 5000 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે.

  આ સ્ટોરી પણ વાંચો: જૂનાગઢનાં ઇનોવેટરે બનાવેલું વાવણી અને નિંદામણનું મશીન તમે જોયું?

  આ સ્થિતિ સર્જાવાનુ કારણ એ છે કે, અન્ય શહેરોની જેમ ચેન્નાઈમાં પણ પાણીના જળસ્ત્રોતને આડેધડ વિકાસની દોડમાં ખતમ કરી દેવાયા છે. ચેન્નાઈમાં 2015માં ભયંકર પુર આવ્યુ હતુ. એ પછી એક રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે, ચેન્નાઈના 650 જેટલા જળાશયો પૂરાણ કરીને મેદાનમાં ફેરવી નંખાયા છે.

  આ સ્ટોરી પણ વાંચો: કેશોદનાં ખેડૂતે બનાવેલી નવી સ્મશાન ભઠ્ઠીથી રોજ 40 એકર જંગલ બચાવી શકાય

  બીજી તરફ ચેન્નાઈમાંથી પસાર થતી બે નદીઓ અડયાર અને કૂવમને પણ લોકોએ ગટર ગંગામાં ફેરવી નાંખી છે. આ બંને નદીઓના તટ પર ઝુપડપટ્ટીઓ ઉભી થઈ ચુકી છે. જેમાં રહેનારા 30 લાખ લોકો જે પણ પાણી વાપરે છે તે ગંદુ થયા બાદ ગટરમાં જવાની જગ્યાએ સીધુ નદીઓમાં જાય છે.

  આ સ્ટોરી પણ વાંચો: બળદ કે ટ્રેક્ટર મોંઘા પડે છે? તો આ ‘બાઇક સાંતી’ અજમાવી જૂઓ
  Published by:Vijaysinh Parmar
  First published: