ઉન્નાવ પીડિતાની મોતથી દુખી મહિલાએ પોતાની 6 વર્ષની દીકરી પર પેટ્રોલ ફેંક્યું અને...

News18 Gujarati
Updated: December 7, 2019, 5:35 PM IST
ઉન્નાવ પીડિતાની મોતથી દુખી મહિલાએ પોતાની 6 વર્ષની દીકરી પર પેટ્રોલ ફેંક્યું અને...
દિલ્હીની ઘટનાની તસવીર

આ ઘટનાની સમગ્ર દેશમાં શોક અને દુખની લાગણી છવાઇ ગઇ છે.

  • Share this:
ઉન્નાવ ગેંગરેપ (Unnao Gangrape) પીડિતાની મોતથી સમગ્ર દેશ આક્રોશ અને શોકમાં છે. શનિવારે પીડિતાની સાથે થયેલી હેવાનિયતના વિરોધમાં એક મહિલાએ દિલ્હીના સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital) ની બહાર પોતાની 6 વર્ષની દીકરી પર પેટ્રોલ ફેંક્યું. જે પછી બાળકીને સારવાર માટે ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી. અને પોલીસે આ મહિલાને કસ્ટડીમાં લીધી. હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પણ આ ઘટનાથી ભાગદોડ મચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ રેપ પીડિતાએ સતત બે દિવસ સુધી જીવન અને મોત વચ્ચે લડત આપી આખરે શુક્રવારે મોડી રાતે શ્વાસ છોડી દીધા. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં તેનુ નિધન થયું. શનિવાર તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેમાં એક કલાકનો સમય થયો. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી. જે પછી યુવતીના શબને પીડિતાના પરિવારને સોંપી દેવામાં આવ્યો. જે પછી ઉન્નાવ તેના મૃત શરીરને લઇ જવામાં આવ્યો. જો કે આ ઘટનાની સમગ્ર દેશમાં શોક અને દુખની ભાવના સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે જે હોસ્પિટલની સામે મહિલાએ તેની 6 વર્ષની પુત્રી પર શોકગ્રસ્ત થઇને પેટ્રોલ ફેંક્યું. તે જ હોસ્પિટલમાં ગત રાત્રે 11 વાગીને 40 મિનિટ પર પીડિતાએ શ્વાસ છોડ્યા હતા.  ઉન્નાવની નિર્ભયાને 90 ટકા બળી ગયેલી હાલતમાં લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડવામાં આવી હતી. ગુરુવારે એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડાયા બાદ રાત્રે નવ વાગ્યા સુધી તેણી ભાનમાં હતી. પીડિતા જ્યાં સુધી ભાનમાં હતી ત્યાં સુધી પૂછતી રહી કે, "હું બચી તો જઈશ ને, હું જીવતી રહેવા માંગું છું. મારા દોષિતોને છોડશો નહીં."
First published: December 7, 2019, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading