ઉન્નાવ રેપ પીડિતા લાઇફ સપોર્ટ સિસ્ટમ પર, અનેક હાડકાં તૂટ્યા, હાલત ગંભીર

News18 Gujarati
Updated: July 29, 2019, 9:02 AM IST
ઉન્નાવ રેપ પીડિતા લાઇફ સપોર્ટ સિસ્ટમ પર, અનેક હાડકાં તૂટ્યા, હાલત ગંભીર
અકસ્માતનો ભોગ બનેલી કાર

ડોક્ટરોનું કહેવું છે કે પીડિતાનાં અનેક હાડકાં તૂટી ગયા છે, તેના માથામા ઈજા પહોંચી છે. હાલ ડોક્ટરે તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખી છે.

  • Share this:
ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ રેપ કેસમાં પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર છે. બંનેની લખનઉના ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે, અહીં ડોક્ટરોએ બંનેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા છે. રવિવારે સાંજે થયેલા રોડ અકસ્માતમાં રેપ પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે પીડિતાની માસી અને કાકીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બળાત્કાર કેસમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સેંગર મુખ્ય આરોપી છે.

લખનઉ ઝોનના એડીજી રાજીવ કૃષ્ણને કહ્યુ કે, "ડોક્ટરોએ મને જણાવ્યું છે કે રોડ અકસ્માતમાં ઘાયલ થયેલી પીડિતા અને તેના વકીલને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે પીડિતાનાં અનેક હાડકાં તૂટી ગયા છે. તેના માથામાં ઈજા પહોંચી છે."

આ પણ વાંચો :  અકસ્માતને લઈને અનેક શંકા-કુશંકા, પીડિતા સાથે ગાર્ડ ન હોવાનો ખુલાસો

એડીજી રાજીવ કૃષ્ણને જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, આ મામલે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. તેમણે કહ્યું, "મેં પીડિતા તેમજ તેના પરિવારના લોકોને આ મામલે એફઆઈઆર દાખલ કરવાનું કહ્યું છે."

રાજીવ કૃષ્ણને કહ્યું કે જે ટ્રક સાથે કારની ટક્કર થઈ હતી તેની વધારે માહિતી નથી મળી. ટ્રકની નંબર પ્લેટ બ્લેક કલરની શાહીથી રંગવામાં આવી હતી. કાર તેમજ ટ્રકની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે પ્રાથમિક તપાસ દરમિયાન પીડિતા અને તેના પરિવારે જાતે જ ગાર્ડને સાથે ન આવવાનું કહ્યું હતું, કારણ કે કારમાં જગ્યા ઓછી હતી. પરંતુ આ તપાસનો વિષય છે. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે જેલમાં બંધ પોતાના કાકાને મળવા માટે પીડિતા કારમાં સવાર થઈને જઈ રહી હતી, આ સમયે તેની કારને ટ્રકે ટક્કર મારી દીધી હતી.
First published: July 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading