ઉન્નાવ ગેંગરેપ પીડિતાના પરિવારે કહ્યુ, 'અમને પણ જીવતા સળગાવી દેશે, ન્યાય નહીં મળે'

News18 Gujarati
Updated: December 7, 2019, 5:14 PM IST

પીડિતાના પિતાએ જણાવ્યું કે, "અમારા ઘરમાં ફક્ત એક જ દકરી હતી જે બધા સામે હિંમતથી લડતી હતી. પરિવારની સુરક્ષા માટે તે હંમેશા લડતી રહી હતી."

  • Share this:
ઉન્નાવ : ઉત્તર પ્રદેશના ઉન્નાવના રસ્તાઓ પર જીવતી સળગાવી દેવામાં આવેલી રેપ પીડિતાનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. તેના પાર્થિવ શરીરને ઉન્નાવ લઈ જવામાં આવશે. આ દરમિયાન કૉંગ્રેસના મહિસચિવ પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળવા માટે ઉન્નાવ પહોંચી ગયા છે. ઉન્નાવ ખાતે પીડિતાના પરિવારે ન્યૂઝ18 સાથે વાતચીત કરતા કહ્યુ કે, તેના પરિવારમાં આ એક જ દીકરી હતી જે ન્યાય માટે લડતી હતી. તેને સતત પોતાના પરિવારની ચિંતા હતી. તેના ગયા પછી હવે તેમને ન્યાયની કોઈ આશા નથી. પરિવારે કહ્યું કે, "અમને પણ જીવતા સળગાવી દેશે."

'દીકરીને જોઈ પણ ન શક્યા'

પિતાએ કહ્યુ કે, અમે અમારી દીકરીનું મોઢું પણ ન જોઈ શક્યા. પિતાએ કહ્યુ કે, અમે ઇચ્છીએ છીએ કે આરોપીઓને કડક સજા મળે. તેમણે અમારા પરિવારને પરેશાન કર્યો છે. પીડિતાની કાકીએ કહ્યુ કે, તેને પણ બે દીકરી છે, પરંતુ તેના જેવી હિંમત કોઈનામાં નથી. તે એકલી જ બધા સામે લડી હતી. બહું હિંમતવાળી હતી. તેની ખોટ ક્યારેય નહીં પૂરી શકાય.

આ પણ વાંચો : ઉન્નાવ ગેંગરેપ પીડિતાના ભાઈએ કહ્યુ, 'મડદામાં સળગાવવા જેવું કંઈ બચ્યું નથી'

પીડિતાના કાકાએ જણાવ્યું કે, સવારે અમે ચા પીવા માટે જઈ રહ્યા હતા, ત્યારે જ ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ કહ્યું કે, તમારા ભાઈની છોકરીને સળગાવી દેવામાં આવી છે. અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે માલુમ પડ્યું કે તેને સારવાર માટે લખનઉ લઈ જવામાં આવી છે. અમને માલુમ પડ્યું કે ગેટમાંથી જે એમ્બ્યુલન્સ નીકળી તેમા જ ભત્રીજી હતી. અમે તેને જોઈ પણ ન શક્યા. તેમણે કહ્યું કે જો ન્યાય મળતો તો આવી ઘટના કેવી રીતે બનતી? અમને હવે ન્યાય મળી ગયો. દુઃખ અને દર્દી બંને ખતમ થઈ ગયા, હવે શું? તે લોકો રસ્તામાં અમને પણ મારી નાખશે. કેસની તારીખો દરમિયાન તેઓ કંઈ પણ કરશે.

આ પણ વાંચો : ઉન્નાવ રેપ પીડિતા ભાનમાં રહી ત્યાં સુધી બોલતી રહી, 'મારે જીવવું છે, દોષિતોને છોડશો નહીં'અમારા પર પહેલા પણ હુમલા થયા

યુવતીના કાકાએ જણાવ્યું કે, મુખીના પુત્રએ બે વાર માર માર્યો હતો, ઢસડીને માર માર્યો હતો. દીકરી કહેતી હતી કે કાકા તમે ચિંતા ન કરો, અમે લડી લઈશું. દીકરીએ જ તેને જેલમાં ધકેલ્યો હતો. જેલમાંથી છૂટ્યો અને ફરી આવો કાંડ કરી નાખ્યો. કાકીએ કહ્યું કે, મારા લગ્ન થયા ત્યારે તેનો જન્મ થયો હતો. પાંચ વર્ષ સુધી તે મારી પાસે જ રહી હતી. આખા ઘરમાં તે એકલી જ હિંમતવાળી હતી. છેલ્લી વખત અમે તેનું મોઢું પણ ન જોઈ શક્યા.
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर