ઉન્નાવ રેપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, સફદરગંજ હોસ્પિટલમાં નિધન

News18 Gujarati
Updated: December 7, 2019, 8:25 AM IST
ઉન્નાવ રેપ પીડિતા જિંદગી સામેનો જંગ હારી, સફદરગંજ હોસ્પિટલમાં નિધન
સફદરગંજ હોસ્પિટલ

ઉન્નાવ રેપ પીડિતા (Unnao Rape Victim)નું શુક્રવારે રાત્રે 10:40 વાગ્યે સફદરગંજ હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે, આ અંગેની જાણકારી પીડિતાની બહેને આપી હતી.

  • Share this:
નવી દિલ્હી : ઉન્નાવ રેપ પીડિતા આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. શુક્રવારે રાત્રે 10:40 વાગ્યે સફદરગંજ હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું હતું. આ અંગેની જાણકારી પીડિતાની બહેને આપી હતી. જે બાદમાં હોસ્પિટલના ડૉક્ટર શભલ કુમારે આ અંગેની પુષ્ટિ કરી હતી.

હોસ્પિટલના બર્ન અને પ્લાસ્ટિક સર્જન વિભાગના એચઓડી ડૉક્ટર શલભ કુમારે પીડિતાના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે, રાત્રે આશરે 11:10 વાગ્યે પીડિતાના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેની હાલતમાં કોઈ સુધારો થઈ શક્યો ન હતો, અને રાત્રે 10:40 વાગ્યે તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

'મને સળગાવનારાઓને છોડશો નહીં'

90 ટકા સુધી બળી ગયેલી ઉત્તર પ્રદેશની નિર્ભયાએ અંતિમ ઘડી સુધી હાર માની ન હતી. ગુરુવારે રાત્રે નવ વાગ્યા સુધી તે ભાનમાં હતી. જ્યાં સુધી ભાનમાં હતી કહેતી હતી કે, મને જીવતી સળગાવનારા લોકોને છોડશો નહીં. જે બાદમાં તેણી બેશુદ્ધ બની ગઈ હતી. ડૉક્ટરોએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી, પરંતુ તેણી ભાનમાં આવી જ ન હતી. આખરે તેણી જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. ન્યાયની લડત લડતાં લડતાં વધુ એક નિર્ભયા જિંદગીનો જંગ હારી ગઈ હતી.

ડૉક્ટરોએ કહ્યુ હતુ- બચવાના શક્યતા ખૂબ ઓછી છે

સફદરગંજ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ગુપ્તાએ શુક્રવારે રાત્રે 11 વાગ્યે નિવેદન આપતા કહ્યું હતું કે, પીડિતા બચી જશે તેવી શક્યતા ખૂબ ઓછી છે. તેની હાલત ખરાબ થતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પીડિતાના બે આંતરિક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

શું છે આખો મામલો?

આ ઘટના બિહાર પોલીસ ક્ષેત્રના હિન્દુનગર ગામની છે. અહીં થોડા દિવસ પહેલા એક યુવતી પર બળાત્કાર થયો હતો. આ મામલે બે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે યુવતી આ મામલે પેરવી માટે રાયબરેલી જઈ રહી હતી. સવારે ચાર વાગ્યાની આસપાસ બંને આરોપી તેમજ તેના ત્રણ સાથીઓએ યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગને હવાલે કરી દીધી હતી. બંને આરોપીઓએ જામીન પર છૂટ્યા બાદ પોતાના ત્રણ અન્ય મિત્રો સાથે મળીને આ કામને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં પીડિતા 90 ટકા બળી ગઈ છે. આ અંગે ખબર મળતા જ ગામમાં ભૂકંપ આવી ગયો હતો. પોલીસ ગામમાં પહોંચી હતી અને પીડિતાને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અહીંથી તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં મોકલી દેવામાં આવી હતી. લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર બાદ તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટમાં રિફર કરવામાં આવી હતી. પીડિતાને એરલિફ્ટ કરીને અહીં સારવાર માટે લઈ આવવામાં આવી હતી.
First published: December 7, 2019, 7:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading