Home /News /national-international /

ઉન્નાવ રેપ કાંડ : અકસ્માતને લઈને અનેક શંકા-કુશંકા, પીડિતા સાથે ગાર્ડ ન હોવાનો ખુલાસો

ઉન્નાવ રેપ કાંડ : અકસ્માતને લઈને અનેક શંકા-કુશંકા, પીડિતા સાથે ગાર્ડ ન હોવાનો ખુલાસો

અકસ્માતનો ભાગ બનેલી કાર, તેમજ ટ્રક

કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બીજીપી ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો આક્ષેપ લગાવનારી પીડિતાની કાકી અને માસીનું મોત થઈ ગયું છે.

    ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનારી પીડિતા અને તેના પરિવારના લોકો રાયબરેલીમાં અકસ્માતનો ભોગ બન્યા છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પીડિતાની કાકી અને માસીનું મોત થઈ ગયું છે. જ્યારે અકસ્માતમાં પીડિતાના વકીલ મહેન્દ્રસિંહ ચૌહાણ અને રેપ પીડિતાની હાલત ગંભીર છે. રેપ પીડિતા મહેન્દ્રસિંહના જૂનિયર સાથીએ આ અકસ્માતને શંકાસ્પદ ગણાવ્યો છે.

    ઘાયલ વકીલ મહેન્દ્રસિંહના જૂનિયર વકીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અકસ્માત અનેક શંકા જન્માવે છે. બે દિવસથી પીડિતાના ગાર્ડ રજા પર હતા. અકસ્માતમાં રેપ પીડિતા કાકી અને માસીનાં મોત થયા છે, જ્યારે પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં માર્યા ગયેલા તેમજ ઘાયલ થયેલા તમામ લોકો સીબીઆઈના સાક્ષી હતા."

    નોંધનીય છે કે, રેપ પીડિતાની માતા ઘરે હોવાથી તેનો બચાવ થયો છે. ઘટનાને લઈને ઉન્નાવના એસપી માધવ પ્રસાદ વર્માએ જણાવ્યું કે રાયબરેલીમાં રેપ પીડિતાની કારનો અકસ્માત થયો છે. એસપી વર્માએ કહ્યુ કે કદાચ આજે રેપ પીડિતા અને તેના પરિવારે સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ આ મામલે તપાસ કરવામાં આવશે કે સુરક્ષા જવાનો શા માટે પીડિતા સાથે ન હતા. રેપ પીડિતા અને તેના પરિવારને ત્રણ સુરક્ષાકર્મી ફાળવવામાં આવ્યા છે. એક પુરુષ તેમજ બે મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. પીડિતા સાથે એક ગનર અને બે મહિલા સુરક્ષા કર્મી હાજર હોય છે.

    આ કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સેંગરે તેની સાથે ચોથી જૂન, 2017ના રોજ પોતાના નિવાસસ્થાને દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા અહીં ત્યાં તેના એક સંબંધી સાથે નોકરી માંગવા માટે આવી હતી. આ મામલે બીજેપીના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે ઉન્નાવમાં માખી પોલીસ મથકે કેસ નોંધાયો છે. આ મામલે તંત્રએ સીબીઆઈ તપાસની ભલામઈ કરી હતી, સીબીઆઈ આ કેસની તપાસ માટે તૈયાર થઈ ગઈ હતી. કુલદીપ ઉન્નાવની અલગ અલગ વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્યો રહી ચુક્યા છે.
    First published:

    આગામી સમાચાર