ઉન્નાવ રેપ કેસના વિવાદ વચ્ચે યોગી સરકાર પૂર્વ કેન્દ્રિય મંત્રી વિરુધ્ધનો રેપ કેસ પાછો ખેંચશે

યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે, રાજકારણીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 20,000થી વધુ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે.

યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે, રાજકારણીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 20,000થી વધુ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે.

 • Share this:
  લખનઉ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારના મંત્રીઓ બળાત્કારના આરોપોથી ઘેરાયેલા છે એવા સમયે, યોગી સરકારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પર લાગેલા અપહરણ અને બળાત્કારનો કેસ પાછો ખેંચવાનું નક્કી કર્યુ છે.

  ભુતપુર્વ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદ સામે બળાત્કાર. અપહરણ સહિતના ગંભીર આરોપસર શાહજહાંનપુર પોલીસ સ્ટેશનમાં સાત વર્ષ પહેલા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સ્વામી ચિન્મયાનંદના આશ્રમમાં રહેતી એક છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, ચિન્મયાનંદે તેમના હરીદ્વાર ખાતેના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને વારંવાર તેના પર બળાત્કાર ગુજારાવામાં આવ્યો હતો. ભોગ બનનારે એવો પણ આરોપ કર્યો હતો કે આરોપીએ તેને મારી નાંખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ બાબતે નવેમ્બર 2011માં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

  આ વર્ષે માર્ચ મહિનાની નવમી તારીખે શાહજહાંનપુર વહિવટીતંત્ર દ્વારા સ્વામી ચિન્મયાનંદ સામેનો કેસ પાછો ખેંચવા માટે સંબધિત અધિકારીને પત્ર લખ્યો હતો અને કોર્ટમાંથી આ કેસ પાછો ખેંચવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
  ગયા વર્ષે યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે, રાજકારણીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 20,000થી વધુ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. યોગી આદિત્યનાથે તેમનો ઇરાદો ઉત્તર પ્રદેશની વિધાનસભામાં એક ચર્ચા દરમિયાન સ્પષ્ટ કર્યો હતો.
  Published by:Margi Pandya
  First published: